Loksabha ચૂંટણી પહેલા વધુ એક ધારાસભ્ય આપશે રાજીનામું! AAP બાદ Congressના આ ધારાસભ્ય છોડી શકે છે પોતાનું પદ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-19 09:57:12

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીને અલવિદા કહી દીધું ઉપરાંત ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે તેવી માહિતી સામે આવી છે. મધ્ય ગુજરાતની એક બેઠક હાલ ચર્ચામાં છે જેના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. જે ધારાસભ્ય પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે તેમાં સૌથી પહેલું નામ ચીરાગકુમાર અરવિંદ પટેલનું ચાલી રહ્યું છે. ચિરાગ પટેલ ખંભાત બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય છે. મહત્વનું છે કે 182 બેઠકો પર ધારાસભ્યો હતા પરંતુ ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સંખ્યાબળ 181 પર પહોંચ્યો છે. ત્યારે આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે.   


કોંગ્રેસની સંખ્યાબળ ઘટીને 16 થઈ શકે છે!

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલ આજે રાજીનામું આપી શકે છે. આ સાથે જ કોંગ્રેસ ધારાસભ્યોનું સંખ્યાબળ ગુજરાતમાં ઘટીને 16 થઇ શકે છે. ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યોની વિકેટ ખરવાના એંધાણ સેવાઈ રહ્યાં છે. કોંગ્રેસના હજી વધુ ધારાસભ્યો પક્ષને અલવીદા કરી શકે છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપને મોટા ઝટકા લાગી શકે છે. એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 


ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી આપ્યું હતું રાજીનામું 

મધ્ય ગુજરાતમાંથી આ રાજીનામુ પડતા કોંગ્રેસ નબળી પડી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે. જ્યારે હવે આધારભૂત સૂત્રોના માધ્યમથી સમાચાર મળી રહ્યા છે કે, ગુજરાત કોંગ્રેસના એક ધારાસભ્ય ચિરાગ પટેલ પણ રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ શકે છે.


ભાજપના આ ઉમેદવારને આપી હતી માત

ચિરાગ પટેલ કોણ છે તેની વાત કરીયે તો 2022માં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા અને સામે ભાજપના મયુર રાવલને માત આપી હતી. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે હતા. તેઓ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે. આ સાથે તેઓ કોંગ્રેસના જુના કાર્યકર ગણાય છે.


કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા પડી શકે છે મોટો ફટકો!

અત્યારે ગુજરાતના રાજકારણમાં જે ગતિવિધિ ચાલી રહી છે, તેને જોઇને લાગી રહ્યુ છે કે ભાજપ દ્વારા લીડ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વહેલી તકે જ ભાજપ દ્વારા જોડ-તોડની નીતિ શરુ કરી દેવામાં આવી છે.આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે. ભાજપ માટે આ ખૂબ સારા સમાચાર કહી શકાય.


રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણીએ કહી હતી આ વાત

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું છે. ભૂપત ભાયાણી હવે ગમે ત્યારે ભાજપમાં જોડાઇ શકે છે. રાજીનામું આપતા પહેલા ભૂપત ભાયાણીએ મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યુ હતુ કે, હું ભાજપનો જ કાર્યકર હતો. હું રાષ્ટ્રવાદી વ્યક્તિ છું અને મારે જનતા માટે કામ કરવાના છે. 


ધારાસભ્યોનું પક્ષ છોડવું જાણે નોર્મલ બન્યું!

મહત્વનું છે કે ચિરાગ પટેલે આ વાતની પુષ્ટિ નથી કરી. ધારાસભ્યોનું પક્ષ છોડી દેવું હવે એટલી નોર્મલ વાત થઈ ગઈ છે કે અમારે નૈતિકતાની કોઈ વાતો કરવી નથી. ત્યારે મંગળવારનો દિવસ કોંગ્રેસ માટે મંગળ સાબિત થાય છે કે અમંગળ તે તો સમય જ બતાવશે..! 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?