ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાઈ રહ્યું છે. ટિકિટ વહેંચણીના સમયે દિગ્ગજ નેતાઓની નારાજગી ઉભરીને સામે આવી રહી છે. આંતરિક વિખવાદ દરેક પાર્ટીમાં જોવા મળી રહ્યો છે. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ પોતાના પક્ષમાંથી રાજીનામા આપી રહ્યા છે. ભાજપમાંથી જયનારાયણ વ્યાસે રાજીનામું આપ્યું છે. આમ આદમી પાર્ટીમાંથી ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ રાજીનામું આપી દીધું છે. તો કોંગ્રેસમાંથી કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપી દીધું છે.
હિમાંશુ વ્યાસે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક ચૂંટણીની જાહેરાત થતાં જ જોડ-તોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પહેલા અનેક નેતાઓ પોતાની પાર્ટીથી નારાજ થઈ પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ડખા દરેક પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપી દીધું છે. ચૂંટણી પહેલા અનેક નેતાઓ રાજીનામું આપી રહ્યા છે જેને કારણે રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હિમાંશુ વ્યાસ ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે.