શ્રીકૃષ્ણ ભગવાન પર શું કરી હતી
ટીપ્પણી?
વાત આખી એમ છે કે અરવિંદ કેજરીવાલ
દ્વારકાની મુલાકાતે હતા, ખેડૂતો માટે મફત વિજળીની જાહેરાત કરી હતી, ગોપાલ ઈટાલીયા
સંબોધન કરી રહ્યા હતા, ત્યાં આ વાક્ય એ બોલ્યા હતા ‘શ્રીકૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી છોડાવવા અરવિંદ કેજરીવાલ
અર્જુન બનીને આવ્યા છે.’ આહિર સમાજના એક યુવક અમિત આહિરની
ધાર્મીક લાગણી એમાં દુભાઈ અને એટલે ભાવનગરના ઉમરાળા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
પોલીસે પણ આઈપીસી 295એ, આઈપીસી 298એની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.
આ પહેલા સુરતમાં ભાજપને ગુંડા-લુખ્ખાઓની પાર્ટી કહેતા ફરીયાદ થઈ
હર્ષ સંઘવીને ડ્રગ્સ
સંઘવી અને ભાજપને ગુંડા-લુખ્ખાઓની પાર્ટી ગોપાલે કહ્યું હતું તો એની સામે સુરતમાં
ફરીયાદ નોંધાઈ હતી, હવે એક એફઆઈઆરના ચક્કરમાંથી ઈટાલીયા બહાર આવે એ પહેલા બીજી
ફરીયાદ થઈ ગઈ છે.
હજું ચૂંટણી પહેલા બીજું
ઘણું બધુ થશે?
ગોપાલ ઈટાલીયાના જૂના
વિડીયો ચૂંટણી પહેલા માર્કેટમાં આવવાની પુરી સંભાવના છે જેમાં એ હિંદૂ ધર્મ,
સભ્યતા, બ્રાહ્મણ અને કથાકારો માટે બેફામ બોલી ચુક્યા છે, પણ ત્યારે એ રાજનીતિમાં
નહોતા, હવે જૂની વાતો ગમે ત્યારે બહાર આવી શકે છે.