વધુ એક કંપની કરશે 2000 કર્મચારીઓને ઘરભેગા, જાણો કઈ કંપનીએ લીધો આ નિર્ણય


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-22 12:25:34

મોટી મોટી કંપનીઓ આજકાલ કર્મચારીઓની છટણી કરી રહી છે. વિશ્વભરની કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી રહી છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક મોટી કંપની McKinseyનું નામ ઉમેરાઈ શકે છે.  McKinsey કંપનીમાં 45000 જેટલા લોકો કામ કરે છે જેમાંથી 2000 જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવે તો એક રિપોર્ટ સામે આવ્યો છે.  McKinsey એક કન્સલટિંગ ફર્મ છે જે પોતાના કસ્ટમરને પોતાના ગોલ પર પહોંચવા માટે મદદ કરે છે. 


McKinsey ફર્મ કરશે કર્મચારીઓની હકાલપટ્ટી

વિશ્વભરમાં મોટી કંપનીઓ તેમના કર્મચારીઓની હકાલપટ્ટી સતત કરી રહી છે. મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી રહી છે. અત્યાર સુધીમાં ટ્વિટર, ફેસબુક, મેટા, એમેઝોન, ડિઝ્ની લિંકડીન જેવી કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી દીધા છે. ત્યારે હવે આ લિસ્ટમાં વધુ એક કંપનીના નામનો સમાવેશ થવા જઈ રહ્યો છે.  McKinsey તેના કસ્ટમર્સ માટે સ્ટાફ કટિંગના પ્લાનવાળી ફર્મ છે. કંપની એવા લોકોને ઘરભેગા કરશે જેમનું ક્લાઈન્ટ સાથે કોઈ લેવા દેવા નથી.


આ અગાઉ અનેક કંપનીએ કર્મચારીઓને કર્યા છે ઘરભેગા 

આ કંપનીમાં 45000 જેટલા કર્મચારીઓ કામ કરે છે. એક રિપોર્ટ અનુસાર 2000 જેટલા કર્મચારીની કંપની છટણી કરવાની છે. છેલ્લા થોડા સમયમાં કંપનીએ સારો ગ્રોથ કર્યો છે. પાંચ વર્ષ પહેલા આ કંપનીમાં 28000 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા જે વધી છે. હાલ કર્મચારીઓની સંખ્યા 45000 થઈ ગઈ છે. 2012માં માત્ર 17000 કર્મચારીઓ જ કંપનીમાં હતા. કંપનીના અધિકારીએ જણાવ્યું કે કસ્ટમર્સ સાથે ડીલ કરનાર લોકોની ભરતી કંપની કરતી રહેશે. હાલ પણ આ પ્રક્રિયા ચાલી રહી છે.     




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?