રાજ્યમાં સર્જાયો વધુ એક અકસ્માત, ઘટનામાં આટલા લોકો બન્યા કાળનો કોળિયો, જાણો ક્યાં અને કેવી રીતે બની દુર્ઘટના?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-20 11:02:40

રાજ્યમાં છાશવારે અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. અનેક લોકોએ પોતાના પરિવારજનોને અકસ્માતમાં ગુમાવ્યા હશે. અનેક એવા લોકો પણ હશે જે મોતના મુખમાંથી તો બહાર આવી ગયા પરંતુ જીંદગી ભરની ખોટ તેમના શરીરમાં રહી ગઈ હોય. ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકો અકસ્માતને કારણે થતાં હોય છે. ત્યારે આજે ઘટનાસ્થળ પર ચાર લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. મોરબીથી કડી જઈ રહેલા લોકો પાટી પાસે કાળનો કોળિયો બન્યા છે. 

 સુરેન્દ્રનગર: પાટડી તાલુકામાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ચાર લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માત દસાડા અને જૈનાબાદ ગામ વચ્ચે થયો છે. પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો મોરબી જિલ્લાના હોવાની માહિતી મળી રહી છે. આ ગોઝારા અકસ્માતની જાણ થતા દસાડા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ઘરી છે. હાલ તમામ મૃતકોની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કાર અને ટ્રક વચ્ચે થઈ ધમાકેદાર ટક્કર 

ઘરેથી નિકળેલો માણસ સહીસલામત ઘરે પાછો આવશે કે નહીં તેની જાણ કોઈને નથી હોતી. અનેક લોકો જીવતા ઘરે નથી પહોંચતા પરંતુ તેમનો મૃતદેહ ઘરે પહોંચતો હોય છે. અકસ્માતોની વણઝાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. અકસ્માતને કારણે પ્રતિદિન લોકો પોતાના જીવનને, પરિવારજનો પોતાના સભ્યોને ગુમાવી રહ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદમાં તથ્યકાંડ સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થઈ ગયા હતા તે બાદ ભાવનગરના વતનીને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો હતો. ત્યારે આજે વધુ એક ગંભીર અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લામાં બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-જૈનાબાદ વચ્ચે અકસ્માત સર્જાયો છે તેવી માહિતી સામે આવી રહી છે. સ્વિફ્ટ કારને ટ્રકે એવી ભયંકર ટક્કર મારી કે ઘટના સ્થળ પર જ ચાર લોકોના મોત થઈ ગયા. 

 અકસ્માત બાદ આ કાર પલટી ખાઇને રોડની બાજુની જગ્યાની પલટી ખાઇ ગઇ હતી.

ઘટનાસ્થળ પર થયા ચાર લોકોના મોત  

પ્રાથમિક માહિતી અનુસાર જે લોકો અકસ્માતનો ભોગ બન્યા છે તે મોરબી પાસેના વિરપરાડા ગામના રહેવાસી છે અને ગાડી લઈ દેત્રોજ તેઓ જઈ રહ્યા હતા. પાટડી તાલુકા નજીક આવેલા વળાંક પાસે બેફામ રીતે આવતી ટ્રકે ગાડીને ટક્કર મારી. ટક્કર એટલી ગંભીર હતી કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો. કારમાં સવાર લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા. ગાડીની અંદર લોકો દબાઈ ગયા હતા. ઘટનાની પોલીસને અને 108ની ટીમને જાણકારી આપવામાં આવતા ઘટનાસ્થળ પર તેઓ પહોંચી ગયા હતા અને ગાડીમાં દબાયેલા લોકોના મૃતદેહોને બહાર કઢાયા હતા. મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં મૃતકોની ઓળખ હજી સુધી થઈ શકી નથી. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...