આપણે ત્યાં જેટલી ભરતી હોય છે તેટલા કૌભાંડ થાય છે તેવું કહીએ તો અતિશયોક્તિ નહીં હોય. અનેક વખત આપણી સામે એવા અનેક દાખલા હોય છે જેને જોઈ લાગે કે દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે. અનેક કૌભાંડના ઘટસ્ફોટ આપણી સામે થતા હોય છે. જે પ્રમાણે, એટલા મોટા પ્રમાણમાં કૌભાંડ આચરવામાં આવે છે તે જોતા લાગે કે આટલા બધા પૈસા ભેગા કરીને લોકો ક્યાં જશે? ત્યારે વધુ એક કૌભાંડનો ઘટસ્ફોટ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યો છે.
શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને યુવરાજસિંહે ખુલ્લો પાડ્યો!
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા અનેક વખત એવા ઘટસ્ફોટ કરવામાં આવે છે જેને સાંભળીને આપણી આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય છે. એક તરફ શિક્ષકોની ઘટ છે તે મુદ્દો અનેક વખત ઉઠ્યો છે ત્યારે શિક્ષણમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ આજે યુવરાજસિંહે પ્રેસ કોનફરન્સ કરી હતી જેમાં તેમણે પુરાવા પણ પેશ કર્યા હતા. શિક્ષક બનવા માટે પણ 25 લાખ રૂપિયા લેવામાં આવે છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.