વંદે ભારત ટ્રેનને ફરી એક વખત અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. ફરી એક વખત રેલવે ટ્રેક પર ગાય આવી જતાં અકસ્માત સર્જાયો છે. જ્યારથી વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ છે ત્યારથી અનેક વખત અકસ્માતનો ભોગ ટ્રેનને બનવું પડ્યું છે. હજી સુધી અનેક વખત અકસ્માત થવાને કારણે ટ્રેનને નુકસાન પહોંચ્યું છે. ત્યારે વલસાડ વાપી પાસે ફરી એક વખત ટ્રેનના રસ્તામાં ગાય આવી જતા અકસ્માત સર્જાયો છે. વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા ગાયનું મોત નિપજ્યું છે.
ફરી એક વખત ટ્રેન સાથે સર્જાયો અકસ્માત
જ્યારથી વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ હતી ત્યારથી ટ્રેન સાથે અનેક અકસ્માતો સર્જાયા છે. અનેક વખત રેલવે ટ્રેક પર રખડતાં પશુ આવી ગયા છે જેને કારણે ટ્રેનની ટક્કર રખડતાં પશુ સાથે થઈ છે. ત્યારે ફરી એક વખત વલસાડ નજીક ટ્રેનને અકસ્માત નડ્યો છે. ટક્કર થવાને કારણે ટ્રેનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે. વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા પશુનું મોત નિપજ્યું છે. વંદે ભારત ટ્રેનને અકસ્માત નડવાનો કિસ્સો પ્રથમ વખત નથી બન્યો.
ટ્રેક પર પશુ આવી જતા સર્જાય છે અકસ્માત
અનેક વખત વંદે ભારત ટ્રેનના રસ્તા પર રખડતાં પશુ આવી ગયા છે તેવી ઘટનાઓ બની છે. અત્યારસુધી અસંખ્ય વખત ટ્રેનને અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. અકસ્માત થવાને કારણે ટ્રેન હંમેશા ચર્ચામાં રહેતી હતી. ટ્રેક પર પશુ આવી જતા અકસ્માત થતો હોય છે જેમાં પશુનું મોત તો નિપજે છે પરંતુ ટ્રેનને પણ નુકસાન વેઠવાનો વારો આવે છે. થોડા સમયથી અકસ્માતની ઘટના ન બની હતી. પરંતુ ફરી એક વખત અકસ્માત થવાનો કિસ્સો સામે આવ્યો છે. અવાર-નવાર થતા અકસ્માતને કારણે મુસાફરોના જીવ જોખમમાં મૂકાય છે.
રખડતાં પશુનો ત્રાસ રેલવે ટ્રેક પર પણ જોવા મળ્યો!
અસંખ્ય વખત ટ્રેનને અકસ્માતનો સામનો કરવો પડે છે. ડિસેમ્બર મહિનામાં વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. તે પહેલા અમદાવાદના વટવા અને મણિનગર રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેક પર ભેંસ આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેને કારણે ટ્રેનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું. તે ઉપરાંત ઓક્ટોબરમાં પણ ટ્રેનને અકસ્માતનો ભોગ બનવો પડ્યો હતો. રખડતાં પશુને કારણે અનેક વખત અકસ્માત સર્જાયા છે. રખડતાં પશુનો આંતક રસ્તા પર તો જોવા મળે છે પરંતુ રેલવે ટ્રેક પર પણ રખડતાં પશુને કારણે અકસ્માત સર્જાય છે. ત્યારે રખડતાં પશુઓને લઈ કડક કાર્યવાહી કરવાની જરૂર ઉભી થઈ હોય તેવું લાગી રહ્યું છે.