ફરી એક વખત કમોસમી વરસાદ ખેડૂતોને રડાવશે! આજે આ જગ્યાઓ માટે હવામાન વિભાગે કરી છે માવઠાની આગાહી, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-09 10:42:43

કુદરત પણ જાણે Confuse હોય તેવું લાગી રહ્યું છે! શિયાળામાં કમોસમી વરસાદ આવે છે તો ચોમાસામાં મેઘરાજા પધરામણી કરવા માન માગે છે. હમણાંની પરિસ્થિતિ જોતા આવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય કારણે ભર શિયાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો, લાગતું હતું કે શિયાળાની સિઝન જામી છે પરંતુ કમોસમી વરસાદે ઠંડીના પ્રમાણમાં ઘટાડો કરી દીધો જેને કારણે ઠંડી ઓછીનું પ્રમાણ ઘટ્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આજે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને કારણે ધરતીપુત્ર ચિંતિત થયા છે.   

આ જગ્યાઓ પર આવી શકે છે મુસીબતનું માવઠું

ગુજરાતના હવામાનમાં પલટો આવી રહ્યો છે. શિયાળાની શરૂઆતમાં પણ માવઠાએ ખેડૂતોને રડાવ્યા ત્યારે હવે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી રાજ્યના અનેક વિસ્તારો માટે કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આજે માવઠું આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી મુજબ આજે અમરેલી, ભાવનગર, નર્મદા, નવસારી. ડાંગ, તાપી અને વલસાડમાં કમોસમી વરસાદ આવી શકે છે.


ખેડૂતોને આવશે રડવાનો વારો! 

ન માત્ર આજે પરંતુ આવતીકાલે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. એક તરફ લોકો ઠંડીનો અહેસાસ થશે તેવું મન બનાવીને બેઠા હતા તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. સામાન્ય દિવસો કરતા તાપમાનમાં 2થી 3 ડિગ્રી જેટલો ફેરફાર આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન પહોંચશે તેવી ભીતિ સેવાઈ રહી છે. મહત્વનું છે કે ન માત્ર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે પરંતુ દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદને કારણે જગતના તાંતની આંખો ભીંજાઈ ગઈ છે.  


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

જો સોમવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 16.4 ડિગ્રી, ડીસાનું તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરનું તાપમાન 14.5 ડિગ્રી, સુરતનું તાપમાન 19.4, વલસાડનું તાપમાન 15.0 ડિગ્રી જ્યારે રાજકોટનું તાપમાન 13.4 ડિગ્રી નોંધાયું હતું. દીવનું તાપમાન 16.2 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું અને દર વખતની જેમ નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાયું. નલિયાનું તાપમાન 09.5 ડિગ્રી નોંધાયું છે.    



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...