છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં હિંસા ભડકેલી છે. ત્યાંની સ્થિતિ સામાન્ય થવાને બદલે ખરાબ થઈ રહી છે. મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. મણિપુરમાં ફરીથી એક વખત હિંસા ભડકી ઉઠી છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર કાંગપોકપી જિલ્લામાં બે સમુદાય વચ્ચે ઘર્ષણ થયું હતું, ગોળીબારીની ઘટના બની હતી અને આ ઘટનામાં બે લોકોના મોત પણ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. બે લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મણિપુરમાં બની હતી ફાયરિંગની ઘટના!
30 જાન્યુઆરીએ મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે. મીડિયા રિપોર્ટ અનુસાર કાંગપોકપી અને પશ્ચિમ ઈમ્ફાલ જિલ્લાના સરહદી વિસ્તારમાં ગોળીબારીની ઘટના બની છે. આ ગોળીબારીમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે તેવી માહિતી પણ સામે આવી છે અને ત્રણથી પાંચ જેટલા લોકો ઘાયલ પણ થયા છે. સારવાર માટે હોસ્પિટલ ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર મંગળવારે એટલે કે 30 જાન્યુઆરીએ બપોરના સમયે આ ફાયરિંગની ઘટના બની હતી.
કેન્દ્ર સરકારને રાહુલ ગાંધીએ મણિપુર મુદ્દે અનેક વખત ઘેરી છે!
મહત્વનું છે કે મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી હિંસાની ઘટનાઓ બની રહી છે. મણિપુરમાં સ્થિતિ સુધરવાની જગ્યાએ બગડી રહી હોય તેવું લાગી રહ્યું છે. મણિપુર મુદ્દે કોંગ્રેસે અનેક વખત ભાજપ પર પ્રહાર કર્યા છે. પીએમ મોદી મણિપુરમાં થયેલી હિંસા મુદ્દે કેમ શાંત છે તેવા પ્રશ્નો પૂછ્યા છે. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે.