વધતી મોંઘવારીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. મોંઘવારીને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ત્યારે ફરી એક વખત મોંઘવારીનો માર સહન કરવા તૈયાર થવું પડશે કારણ કે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. ગુજરાતમાં બે દિવસમાં રૂ.30નો વધારો કરવામાં આવ્યો છે. ખાદ્યતેલના ભાવ વધતા સીંગતેલના ડબ્બાનો ભાવ 2720 પર પહોંચ્યો છે. સીંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં 5 રુપિયાનો વધારો કરાયો છે.
30 રુપિયાનો થયો ભાવવધારો
મધ્યમ વર્ગના પરિવારોને વધતી મોંઘવારીને કારણે અનેક વખત સહન કરવાનો વારો આવે છે. અનેક વખત ભાવ વધતા વસ્તુઓ પર કાપ મૂકવો પડે છે. ત્યારે મોંઘવારીનો વધુ એક ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. બે દિવસમાં સીંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરાયો છે. એક સાથે 30 રુપિયાનો વધારો થતા આની સીધી અસર ગૃહિણીના બજેટ પર પડે છે. સીંગતેલની સાથે કપાસિયા તેલના ભાવ પણ વધારવામાં આવ્યા છે.
કપાસિયા તેલમાં પણ કરાયો ભાવવધારો
હાલ મગફળીની સિઝન પૂરબહારમાં ખીલી છે. મગફળીના મબલક આવક થઈ રહી છે. તે બધા વચ્ચે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. 30 રુપિયાનો વધારો થતા એક ડબ્બાની કિંમત 2700ને પાર પહોંચી છે. હાલ સીંગતેલનો ભાવ 2720 પર પહોંચ્યો છે. થોડા સમયથી તેલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી પરંતુ બે દિવસમાં જ 30 રુપિયાનો જંગી ભાવ વધારો કરવામાં આવ્યો છે.