ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત આપણે જાણીએ છીએ. વિધાનસભામાં પણ શિક્ષકોની ભરતી અંગે ચર્ચા થઈ હતી. આજે પણ અનેક શાળાઓ એવી છે જે માત્ર એક શિક્ષકના આધાર પર ચાલે છે. શિક્ષકો ન હોવાને કારણે વિદ્યાર્થીઓના ભણતર પર સીધી અસર થતી હોય છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે .ગાંધીનગરમાં યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કાયમી શિક્ષકોને લઈ જે વાત કરવામાં આવી તે સાંભળવા જેવી છે.
કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ
બાળકો ભણે તે માટે અલગ અલગ યોજનાઓ, કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. બાળકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે કે બાળક ભણે. ભણવા માટે બાળક શાળામાં આવે છે પરંતુ શાળામાં ભણાવવા માટે શિક્ષકો નથી હોતા. શિક્ષકોની ઘટ છે ગુજરાતમાં તે વાત તો સરકારે જાતે સ્વીકારી છે વિધાનસભામાં.. અનેક શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષક છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઘણા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે. અલગ અલગ પ્રકારે ઉમેદવારો પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે. કાયમી શિક્ષકોની માગ કરી રહેલા ઉમેદવારોએ ફરી એક વખત સરકારને પ્રશ્ન પૂછ્યો છે.
ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ધારાસભ્યોને લઈ કહી આ વાત
થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં યુવા સંસદ યોજાઈ હતી. યુવા સંસદમાં યુવાનોએ પોતાનો મત રાખ્યો હતો અને સરકાર પર પ્રહાર પણ કર્યા હતા. પદ ઉપરથી રાજીનામું આપી ગયેલા ધારાસભ્યોને લઈ લોકોએ યુવા સંસદમાં વાત કરી હતી. તેમણે કહ્યું કે "ધારાસભ્યએ રાજીનામાં આપ્યા એની પેટા ચૂંટણી હમણાં થઈ જશે પણ આ હજારો શિક્ષકોની ભરતી ક્યારે થશે?"