માવઠાને લઈ ફરી એક વખત હવામાન વિભાગે કરી આગાહી, જાણો કયારે અને કઈ જગ્યાએ આવશે માવઠું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-27 11:37:01

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે આફત સર્જી છે. અનેક દિવસોથી આવતા વરસાદને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળશે. 30 અને 31 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠા આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.


ફરી આવશે કમોસમી વરસાદ!

છેલ્લા ઘણા સમયથી કુદરતનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. માર્ચ મહિનામાં થઈ રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ફરી એક સિસ્ટમ સક્રિય થશે જેને કારણે વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 


આ વિસ્તારોમાં આવી શકે છે કમોસમી વરસાદ 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં 30 અને 31 માર્ચના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 તારીખે રાજકોટ, જામનગર, દ્વારકા તેમજ કચ્છમાં વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત 31મી તારીખે બનાસકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.         


માવઠા બાદ વધશે ગરમીનું પ્રમાણ!

માર્ચમાં આવેલા માવઠાને કારણે જગતના તાતની હાલત ચિંતાજનક બની છે. ખેતરમાં અનેક વખત પાણી આવી જવા ઉપરાંત કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે. પાકને થયેલા નુકસાનને લઈ સરકાર વહેલી તકે સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ કમોસમી વરસાદ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થઈ શકે છે. એવું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આ વર્ષની ગરમી અનેક વર્ષોનો રેકોર્ડ તોડી શકે છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...