વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 16:57:17

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે ભાજપમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. જેને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્માં છે. ત્યારે વડાપ્રધાન મોદી ફરી એક વખત 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવે તેવી શક્યતાઓ છે.

ભાજપમાં બેઠકોનો દોર

વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ એક્ટીવ મોડમાં આવી ગઈ છે. ચૂંટણીને લઈ રણનીતી બનાવાઈ રહી છે. પીએમ પણ અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ

પ્રવાસ દરમિયાન અમદાવાદ, ભાવનગર તેમજ સુરતના અનેક કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. અમદાવાદના મોદી સ્ટેડિયમમાં 36મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ધાટન કરશે. ઉપરાંત સુરત અને ભાવનગરમાં સરકારની વિવિધ યોજનાઓનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત કરશે. 30મીએ પણ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. એ પહેલા તેઓ પોતાના જન્મ દિવસ પર પણ માતા હિરાબાના આશીર્વાદ લેવા આવી શકે છે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.