Anandમાં તથ્ય કાંડ 2.0! ફરી એક નબીરાએ બેફામ કાર ચલાવી સર્જ્યો અકસ્માત, ગયો આટલા લોકોનો જીવ, જૂની ઘટનાઓમાંથી આપણે ક્યારે શીખીશું?


  • Published By :
  • Published Date : 2024-02-08 12:23:27

અનેક ઘટનાઓ એવી હોય છે જે ક્યારે પણ નથી ભૂલી શકતા. અનેક એવી ઘટનાઓ જે જ્યારે પણ યાદ આવે છે ત્યારે દિલ દુખી થઈ થાય છે. તેવી એક ઘટના હતી અમદાવાદમાં બનેલી તથ્યકાંડની ઘટના. એ અકસ્માતમાં 9 જેટલા નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા અને મોતને ભેટ્યા હતા. ત્યારે આવો એક કિસ્સો આણંદમાં બન્યો છે. એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે અને જેમાં 4 લોકોના મોત થયા છે. નબીરાએ નશાની હાલતમાં 3 બાઈકને ટક્કર મારી અને 4 લોકોના જીવ લીધા. 

નબીરાઓ રસ્તાને પોતાના બાપનો બગીચો સમજે છે....!

ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ તેવું આપણે અનેક વખત કહેતા હોઈએ છીએ. અનેક લોકો આવા કાયદાનું પાલન કરતા હોય છે અને પોતાના બાળકો પાસે કાયદાનું પાલન કરાવતા હોય છે. પરંતુ અનેક લોકો એવા હોય છે જેમને કાયદાનો ડર જ નથી હોતો. રસ્તાને બાપનો બગીચો સમજે છે, મરજી પડે તેમ ગાડીને ચલાવે છે, નશાની હાલતમાં પણ અનેક નબીરાઓ ઝડપાય છે. ત્યારે આણંદના નાપાડ ગામના જનીશ પટેલે એક અકસ્માત સર્જ્યો અને તેમાં 4 લોકોના મોત થઈ ગયા. 


જેનીશ પટેલે પોતાની ગાડીથી સાત લોકોને કચડી નાખ્યા!

જેનીશ પટેલ જે લંડન અભ્યાસ કરવા જવાનો હતો ભાઈ ફોમમાં હતા કે ફોરેન જવાના છે તો દોસ્તો જોડે પાર્ટી કરવા ઉપડી પડ્યા દારૂ પીધું અને ફોમમાં ને ફોમમાં નશાની હાલતમાં કાર ચલાવી અને  નાવલી ગામ નજીક 3 બાઈકને ટક્કર મારીને 4 લોકોના જીવ લીધા આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોના ફુરચા ફુરચા વળી ગયા. કારનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો આ ઘટના 1 ફેબ્રુઆરીની છે. ગુરુવારે રાત્રે નાપાડના નબીરા જેનિસ પટેલે નશાની હાલતમાં બેકામ ગાડી ચલાવી 7 લોકોને કચડયા હતા જેમાંથી 4 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે ઈજાગ્રસ્ત લોકોના સ્ટેટમેન્ટ આધારે પોલીસ જેનિસ સામે આઇપીસી કલમ 304 એટલે સાપરાધ માનવ વધનો ગુન્હો નોંધ્યો છે.


કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી! 

ઘટના બાદ જેનિસ ઘટના સ્થળથી ભાગી ગયો હતો પણ કલાકોમાં જ પોલીસે જેનિશને પકડી અટકાયત કરી હતી. જેનિસનું બ્લડ સેમ્પલ લેવડાવી તપાસ કરાવતાં તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું સ્પષ્ટ થયું. તો પોલીસે તેની કાયદેસરની ધરપકડ કરી અને રિમાન્ડની માંગ કરી. કોર્ટે છઠ્ઠી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. ત્યારે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી ફરી જેલ ભેગો કરી દેવામાં આવ્યો છે.  


આ ઘટનામાં કોના કોના થયા મોત? 

અકસ્માતના સામે આવેલા વીડિયો એટલા ભયંકર છે કે તે બતાવી શકાય તેમ નથી. પરંતુ જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે ઘટના સ્થળે એકનું મોત થઈ ગયું અને અન્ય ત્રણ રોડ પર તડપી રહ્યા હતા. વીડિયોમાં જોવા મળે છે કે એક યુવતી લોહીલુહાણ હાલતમાં પોતાના મિત્રને વળગીને ધ્રુસકે-ધ્રુસકે રડીને જતીન..ઊઠ..જતીન..ઊઠ.. એમ જોર-જોરથી બૂમો પાડી રહી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનારની વાત કરીએ તો જતીન હડિયા જેની ઉંમર માત્ર 21 વર્ષ હતી અંકિતા બલદાણિયા જેની ઉંમર 26 વર્ષ હતી અને આ બંને કોલેજમાં અભ્યાસ કરતાં હતા સાથે જ એક મૃતક જેનું નામ પિન્ટુ જાદવ જેના ખિસ્સામાંથી જીવતી કારતૂસ પોલીસને મળી આવી છે. 


જો આવા નબીરાઓને નહીં રોકાયને તો... 

જેના પગલે તપાસના ભાગરૂપે મૃતક પિન્ટુના ઘરે જઈ સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું પણ કશું મળ્યું નહીં આ ઘટના હચમચાવી દે તેવી છે પણ સાથે જ આ ઘટના આ દ્રશ્યો બધુ તથ્યકાંડની યાદ અપાવે છે. તથ્યકાંડ થયો પછી પોલીસે ડ્રાઈવ કરી બધુ કર્યું પણ અફસોસ તંત્ર આવી ઘટનાઓને ગંભીરતાથી લેતું જ નથી અને છેલ્લે અફસોસ અને રડવા સિવાય કઈ ઓપ્શન લોકો પાસે બચતો નથી! તથ્ય કાંડ થયો ત્યારે બૂમો પાડી પાડીને કહ્યું હતું કે આવા નબીરાઓને રોકી લેજો નહીં તો આ અમીર બાપની ઓલાદો કોઈના ઘરના દીવા બુજાવશે અને ફરી કમનસીબે એની એ વાત કરવાનો સમય આવ્યો છે ફરી એક વાર ગુજરાતના આનંદમાં તથ્ય કાંડ થયો છે. આવા અકસ્માતો જલદી અટકે તેવી આશા... 



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .