ફરી એક વખત કોંગેસે વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર, જયરામ રમેશે કહ્યું વડાપ્રધાનની આત્મમુગ્ધતા ચરમસીમાએ છે


  • Published By :
  • Published Date : 2023-03-09 15:21:39

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચને નિહાળવા ભારતના વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થથી એલ્બાનીઝ અમદાવાદ આવ્યા હતા. સ્ટેડિયમમાં ઉપસ્થિત રહી બંને દેશોના પીએમએ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વડાપ્રધાનને મોમેન્ટો આપવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપવામાં આવેલા મોમેન્ટોને લઈ કોંગ્રેસે પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે વડાપ્રધાનની આત્મમુગ્ઘતા ચરમસીમાએ.

 

કોંગ્રેસે કર્યા શાબ્દિક પ્રહાર 

કોંગ્રેસ દ્વારા અનેક મુદ્દાઓને લઈ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવામાં આવતા હોય છે. અનેક વખત કોંગ્રેસ આક્રામક રુપમાં દેખાતી હોય છે. થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી બ્રિટનના પ્રવાસે હતા ત્યાં તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. ત્યારે આજે ફરી એક વખત કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. મેચમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા અને ભારતના વડાપ્રધાન ગુજરાત આવ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને પીએમોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


આત્મમુગ્ધતાની પરાકાષ્ઠા છે - જયરામ રમેશ 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતાને 75 વર્ષ પૂર્ણ થવા પર ખાસ ડિઝાઈન કરેલી કારમાં આખા મેદાનમાં ફરી દર્શકોનું અભિવાદન ઝીલ્યું હતું. તે ઉપરાંત બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ દ્વારા એક આર્ટવર્ક ભેટ આપી હતી. જેમાં નરેન્દ્ર મોદીનો ફોટો હતો. આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવ્યો હતા. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કર્યું કે પોતાના જીવનકાળ દરમિયાન જે સ્ટેડિયમનું નામ પોતાના નામ પર રાખ્યું છે તેમાં લેપ ઓફ ઓનર લઈ રહ્યા છે. આ આત્મ મુગ્ધતાની પરાકાષ્ઠા છે. ત્યારે આ વાતનો જવાબ ભાજપ દ્વારા પણ આપવામાં આવ્યો છે.     

  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.