ગુજરાતમાં વિધાનભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ ચૂંટણી લડાવાની છે. કોંગ્રેસના કોઈ પણ દિગ્ગજ નેતાઓ ગુજરાત નથી આવ્યા. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રાષ્ટ્રગીતની બદલીમાં બીજુ ગીત વાગ્યું હતું. જેને કારણે ભાજપે ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
રાષ્ટ્રગીતને લઈ ગરમાયું રાજકારણ
ભાજપનો પ્રચાર કરવા અનેક રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યા છે પરંતુ કોંગ્રેસના કોઈ પણ દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં નથી આવી રહ્યા. એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે જેને કારણે તેઓ ગુજરાતમાં હજુ સુધી આવી નથી શક્યા. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના અનેક વીડિયો વાયરલ થયા છે. ત્યારે વધુ એક વીડિયો વાયરલ થયો છે જેમાં છે જેમાં રાષ્ટ્રગીતની બદલીમાં બીજુ ગીત વાગ્યું હતું. આ વીડિયોને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપના અનેક નેતાઓએ તેમનો વીડિયો વાયરલ કરી તેમના પર નિશાન સાધ્યું હતું. ગુજરાત ભાજપે પણ આ વીડિયોને લઈ ટ્વિટ કરી લખ્યું છે કે કોંગ્રેસને રાષ્ટ્રગીત તો આવડતું નથી અને ભારત જોડવા નીકળ્યાં છે.
ચૂંટણી સમયે રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ થયો
ભાજપે અનેક વખત આ યાત્રા પર કટાક્ષ કર્યા છે. ત્યારે આ વીડિયો એવા સમયે વાયરલ થયો છે જ્યારે ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. કોંગ્રેસ ડોર ટુ ડોર જઈ પ્રચાર કરી રહી છે. ચૂંટણી સમયે આવા વીડિયો વાયરલ થવાથી કોંગ્રેસને નુકસાન થશે કે નહીં તે મતગણતરીના દિવસે ખબર પડશે.