શનિવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી. ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. ભાજપ સામાન્ય રીતે ઉમેદવારોને લઈ સરપ્રાઈઝ આપતું હોય છે. એવા ચહેરાને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવે જેના વિશે સામાન્ય રીતે કોઈને ખબર નથી હોતી. રાજ્યસભાના પૂર્વ સાંસદ મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલાને રિપીટ કરવામાં ન આવ્યા હતા. જેને લઈ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે આ બંને મંત્રીઓને લોકસભા લડાવવામાં આવશે.
ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર કર્યા પ્રહાર!
સંભાવનાઓ હતી કે રાજકોટથી પરષોત્તમ રૂપાલાને ચૂંટણી લડાવવામાં આવે અને મનસુખ માંડવિયાને ભાવનગરથી પરંતુ પોરબંદરથી મનસુખ માંડવિયાને ટિકીટ આપવામાં આવી. જે બાદ આની પાછળ ભાજપ દ્વારા શું ગણિત કરવામાં આવ્યું તેની વિચારણા ચાલુ કરવામાં આવી. ગુજરાતની 11 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામની ઘોષણા નથી કરી અને તેને લઈ અટકળો ચાલી રહી છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.વીડિયોમાં ગોપાલ ઈટાલિયા એવું કહેવા માગે છે કે આમ આદમી પાર્ટીએ ભાજપની હવા કાઢી નાખી છે.