ગુજરાતના શિક્ષણ મંત્રીની આ ટ્વિટ પર લોકોએ ઉઠાવ્યો શિક્ષકોની કાયમી ભરતીનો મુદ્દો! જાણો સમગ્ર વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-26 09:30:11

ગુજરાતના તેમજ દેશના યુવાનો પ્રગતિ કરી આગળ વધે તે માટે અનેક સરકારી યોજનાઓ અમલમાં છે. વિવિધ સરકારી યોજનાનો લાભ લઈ અંતરિયાળ વિસ્તારમાં વસતા યુવાનો પોતાના સપના સાકાર કરતા હોય છે. ગામડામાં રહેતા લોકોનું, યુવાનોનું પોટેન્શિયલ એટલું બધું હોય છે જો તેમને યોગ્ય માર્ગદર્શન, યોગ્ય સલાહ મળી જાય તો તે કંઈ પણ કરી શકવા સક્ષમ છે. એમની આંખમાં જે ઝનુન દેખાતું હોય છે જે તેમને આગળ વધવા માટે સતત પ્રોત્સાહિત કરતા રહે છે. ગામડાના લોકોમાં કંઈક કરી બતાવવાની તાલાવેલી હોય છે. 

મોરૂકા ગીરમાં વસતા સિદ્દી સમાજમાંથી પ્રથમ યુવાન વિદેશમાં ભણશે

ત્યારે ગીર સોમનાથ વિસ્તારના અંતરિયાળ ગામ મોરૂકા ગીરમાં વસતા સિદ્દી સમાજમાંથી પ્રથમ યુવાન અભ્યાસ અર્થે કેનેડા જવાનો છે. અંતરિયાળ વિસ્તારના લોકો પણ આગળ વધી રહ્યા છે. આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર શિક્ષણમંત્રીએ આપી છે. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું કે મોરૂકા ગીરમાં વર્ષોથી વસતા સિદ્દી સમાજમાંથી પ્રથમ યુવાન સરકારી યોજનાના લાભ થકી અભ્યાસ થકી અભ્યાસ અર્થે કેનેડા જવાનો હોય તેને પ્રોત્સાહિત કર્યો તથા અભિનંદન પાઠવ્યા. આ વાતને અનેક લોકોએ બિરદાવી પરંતુ અનેક લોકોએ આ વાતને કમેન્ટમાં કાયમી શિક્ષકોની ભરતી સાથે જોડી દીધી.  





શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી અનેક લોકોએ કરી કમેન્ટ

શિક્ષણમંત્રીની આ પોસ્ટ પર કરાર આધારીત ભરતીનો વિરોધ કરતા લોકોએ જાણે કે પોતાનો રોષ વ્યક્ત કર્યો હોય તેવું લાગે છે. શિક્ષણ મંત્રીની ટ્વિટ પર કોઈએ કમેન્ટ કરી કે આમેય અહીંયા ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા યુવાઓનું શોષણ જ થાય છે. તો કોઈએ લખ્યું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ટેટ ટાટ પાસ શિક્ષકો જોઈએ પણ શિક્ષણમાં સુધારો કરનાર મંત્રી અભણ ચાલે... મેરા ભારત મહાન.  તો કોઈએ લખ્યું કે દેખાવ જ કરો છો થોડીક બોલવામાં પણ સભ્યતા રાખો ડીંડોર સાહેબ આજ રોજ જે ટેટ ટાટ ઉમેદવારો આવ્યા હતા તેમનું અપમાન કરતા આપણે જરા પણ શરમ ના આવી???  તો કોઈએ લખ્યું કે કાયમી શિક્ષક ની રજૂઆત કરવા આવેલા લોકોને મનફાવે એવા જવાબ આપ્યા છે તો વિચારી લેજો આ વખતે બવ ઝાઝા વોટ થી જીત્યા નથી આપ અને અપક્ષ ના હોત તો ગરબો ઘરે હતો એટલે બવ અભિમાન રાખવું નહિ ક્યારે ઘર ભેગા થઇ જાસો ખબર પણ નહિ પડે.  


અનેક લોકોએ પોસ્ટમાં કરી પોઝિટિવ કમેન્ટ

આ પોસ્ટ પર માત્ર નેગેટિવ કમેન્ટ જ છે એવું નથી પરંતુ સારી પ્રતિક્રિયાઓ પણ છે. કોઈએ લખ્યું કે સરકાર સંપૂર્ણ રીતે કટિબદ્ધ.. તો કોઈએ લખ્યુ કે આદિજાતિ વિકાસ વિભાગની યોજના થકી આજે એક યુવાન પોતાના સપના પુરા કરવા પાંખો ફેલાવીને વિદેશ જઈ રહયો છે ત્યારે અભિનંદન સહ શુભકામનાઓ.... આદિમજૂથ સમુદાય ના વધુ ને વધુ લોકો આ યોજનાનો લાભ લે તો સમાજ ને પણ એક નવી દિશા મળશે... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?