ગરમીની શરૂઆત રાજ્યમાં એક તરફ થઈ રહી છે તો બીજી તરફ જગતના તાતની ચિંતા વધી છે કારણ કે કમોસમી વરસાદની આગાહી રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી છે. ગરમીનો પારો એક તરફ ઉપર વધી રહ્યો છે તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી રહ્યું છે..! ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 10 તેમજ 11 એપ્રિલે રાજ્યના અનેક ભાગોમાં વરસાદ આવવાની સંભાવના છે. તે ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા પણ માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે...
શું કહે છે હવામાન વિભાગની આગાહી?
એક તરફ જગતના તાત અનેક મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ કમોસમી વરસાદ પણ ખેડૂતોને રડાવી રહ્યો છે. ગરમીની સિઝનમાં કમોસમી વરસાદની આગાહી કરાતા જગતના તાત ચિંતિત બન્યા છે. શિયાળાની શરૂઆતમાં પણ માવઠાએ જગતના તાતને બેહાલ કર્યા હતા ત્યારે ઉનાળામાં પણ કમોસમી વરસાદ જગતના તાતની ચિંતા વધારી શકે છે કારણ કે અનેક ભાગો માટે માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 11થી 13 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે... હવામાન વિભાગની આગાહી અનુસાર 11 એપ્રિલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં તો 12મી તારીખે સુરત,ભરૂચ તેમજ નવસારીમાં વરસાદનું અનુમાન છે તો 13 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર ભરૂચ, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ આવી શકે છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં અનેક જગ્યાઓ પર કાળઝાળ ગરમીનો અનુભવ થશે...
ગાજવીજ સાથે આવશે વરસાદ?
વરસાદને લઈ ના માત્ર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પરંતુ હવામાન નિષ્ણાત દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 12 થી 15 એપ્રિલ વચ્ચે પ્રીમોનસૂન એક્ટિવિટી શરૂ થશે જેને કારણે અનેક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. . આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલનાં ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા. આ માવઠા બાદ રાજ્યમાં ગરમીનું તાપમાન વધી જશે તેવી આગાહી પણ કરવામા આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા... મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે જગતના તાતને સૌથી વધારે નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે!