Rajkot TRP Gamezoneમાં ન્યાય માંગવા વિપક્ષ રસ્તા પર, Devanshi Joshiએ Jignesh Mevaniને પૂછ્યો આ સવાલ તો સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-15 12:47:15

લોકશાહીમાં જેટલા પ્રશ્નો સત્તાને થાય છે તેટલા જ પ્રશ્નો વિપક્ષને પણ થાય છે. વિપક્ષ મજબૂત હોવો જોઈએ તેવું આપણે માનીએ છીએ... વિપક્ષ જેટલો દમદાર હોય છે તેટલા કામ વધારે થાય છે તેવું આપણે માનતા હોઈએ છીએ.. અનેક વખત એવું લાગે છે કે ગુજરાતમાં વિપક્ષ જાણે છે જ નહીં. વિપક્ષની નબળી કામગીરી સામે આવી છે તેવી વાતો આપણે કરતા રહીએ છીએ. રાજકોટ અગ્નિકાંડને લઈ વિપક્ષ દ્વારા એવો અવાજ નથી ઉપાડવામાં આવતો જે રીતના અવાજ ઉપાડવો જોઈએ.. પરંતુ આ વખતે વિપક્ષ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે વિરોધ 

પીડિત પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા થોડા દિવસ પહેલા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ઉપવાસ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા અનેક માગણી મૂકવામાં આવી છે. કોંગ્રેસે 25 તારીખે રાજકોટ બંધનું એલાન કર્યું છે. અને આજે પોલીસ કમિશનર ઓફિસનો ઘેરાવો કરી રહ્યા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, નેતાઓ હાજર છે.. સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, અમિત ચાવડા, જેની ઠુમ્મર સહિતના નેતાઓ હાજર છે.



શું કહ્યું જિગ્નેશ મેવાણીએ? 

ન્યાયની માગ સાથે રસ્તા પર ઉતરેલા વિપક્ષના નેતાઓને દેવાંશી જોશીએ સવાલ કર્યો. જિગ્નેશ મેવાણીને સવાલ કર્યો કે જેટલી બુલંદીથી નારા લગાવી રહ્યો છો તમને અપેક્ષા છે કે તે અવાજ સંભળાશે? તો જવાબમાં તેમણે કહ્યું કે જેટલા પણ લોકોને મળ્યા તે લોકોનું એક સૂરે કહેવું છે કે તક્ષશિલા કાંડ, મોરબી કાંડની જેમ પણ આ કિસ્સામાં પણ કુલડીમાં ગોળ ભગાશે.. પણ અમે લોકો પણ determined છીએ કે ભાજપના જે નેતાઓના ભ્રષ્ટાચારના પાપના કારણે અગ્નિકાંડ સર્જાયો એમની ધરપકડ ના થાય અને તપાસ તેના અંજામ સુધી ના પહોંચે ત્યાં સુધી આ લડતને ઉંચી મૂકવાના નથી.. મહત્વનું છે કે ત્યાં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નારા લગાવવામાં આવી રહ્યા છે.  



29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.