એક તરફ ગુલાબી ઠંડીનો અહેસાસ તો બીજી તરફ કમોસમી વરસાદની કરાઈ આગાહી! જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-14 10:55:42

હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. એક તરફ ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થઈ રહ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ પણ શરૂ થશે તેવી આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની સિઝન જામી શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. નલિયા ઠંડોગાર પ્રદેશ બન્યું છે. તો સાથે જ અનેક શહેરો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે. 



ક્યાં કેટલું નોંધાયું તાપમાન?  

વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ ગુજરાતીઓને થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. નલિયામાં હાડ થીજવથી ઠંડી શરૂ થઈ શકે છે પરંતુ આવનાર દિવસોમાં આ તાપમાન હજી પણ ગગડી શકે છે તેવી સંભાવનાઓ છે. બપોર બાદ તડકો આવે છે અને તાપમાનનો પારો થોડો વધી જાય છે પરંતુ સાંજે ફરીથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું છે. ડીસાનું લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી જ્યારે મહત્મ તાપમાન 29.6 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગરનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે જ્યારે વડોદરાનું તાપમાન 16.7 ડિગ્રી નોંધાયું છે. ભુજમાં તાપમાન 15.1 ડિગ્રીએ પહોંચ્યું જ્યારે સુરતમાં તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે.ભાવનગરમાં 17.1 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું છે. દ્વારકાનું તાપમાન પણ 17.4 ડિગ્રીએ પહોંચ્યું છે. 13.6 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે.  


અંબાલાલ કાકાએ માવઠાની આગાહી કરી પરંતુ હવામાન વિભાગ કહ્યું કે... 

એક તરફ શિયાળાની સિઝન શરૂ છે પરંતુ ગુજરાતમાં ફરી એક વખત માવઠું આવી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. માવઠાનો માર સહન કરવા માટે ફરી એક વખત ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 14 ડિસેમ્બર એટલે આજથી 18 ડિસેમ્બર સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે તેવી આગાહી તેમણે કરી હતી. જેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં કમોમસી વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે.



જ્યારે ગરીબના દીકરાને જોઈએ છે ત્યારે આપણને દયા આવી જાય છે.. અનકે દિવસોના ભૂખ્યા બાળકો હોય છે જે જમવા માટે તરસતા હોય છે..

દેશની સંસદમાં હાલ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે... શિયાળા સત્રનો આજે બીજો દિવસ હતો પરંતુ કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.. આવતી કાલ સુધી લોકસભાની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે...

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...