ગુજરાતના રાજકારણમાં ભલે ગરમાવો આવ્યો હોય નેતાઓના નિવેદનને લઈ પરંતુ રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે.. રાજ્યના અનેક ભાગો માટે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.. ધોધમાર વરસાદની આગાહી કરાતા ધરતીપુત્રો ચિંતામાં આવી ગયા છે.. ચોમાસામાં આવતા વરસાદથી ખેડૂતોના શ્વાસમાં શ્વાસ આવે છે પરંતુ કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી જાય છે.. પાક નિષ્ફળ જવાની ભીતિં સેવાતી હોય છે.. ત્યારે હવામાન વિભાગ દ્વારા આ જગ્યાઓ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે..
આજે આ જગ્યાઓ પર વરસી શકે છે કમોસમી વરસાદ
આજ માટે હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહી પ્રમાણે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરત, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.. તે સિવાય અમદાવાદ, વડોદરા, પંચમહાલ, પાટણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ આવી શકે છે.. તે ઉપરાંત 14 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, પંચમહાલ, મોરબી, બનાસકાંઠા, દાહોદ જિલ્લાના અનેક વિસ્તારો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
કમોસમી વરસાદ આવી શકે છે આ વિસ્તારોમાં
15 મે માટે કરવામાં આવેલી આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ,મહીસાગર, દાહોદ, ગીરસોમનાથના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.. તે ઉપરાંત 16 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે..
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કરાઈ આગાહી
અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 16 તારીખ સુધી રાજ્યના અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.. મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે... અમદાવાદ, મેહસાણા, દક્ષિણ ગુજરાત, બનાસકાંઠા, સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે અને ત્યાં વરસાદ પડવાની શક્યતા છે.... મહત્વનું છે કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.. મહત્વનું છે કે માવઠાને કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે...