એક તરફ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ વિદ્યા સહાયકની ભરતી અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. મળતી વિગતો અનુસાર ટૂંક સમયમાં વિદ્યા સહાયકોની મોટા પ્રમાણમાં ભરતી થઈ શકે છે. ગુજરાતમાં વિવિધ જગ્યાએ વિદ્યાસહાયકોની ભરતી માટેનો મહત્વપૂર્ણ નિર્ણય સરકારે લીધો છે. ટૂંક સમયમાં વિદ્યા સહાયકની નવી ભરતી જાહેર થઈ શકે છેએવા સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા 2750 જગ્યાઓ ભરવાની મંજુરી આપી દેવામાં આવી છે. અગાઉ મંજુર કરેલી 5360 જગ્યાઓમાંથી 2600 જગ્યાઓ ભરવામાં આવી હતી. બાકી રહેલી જગ્યાઓ ભરવા માટે વિભાગ કામગીરી શરુ કરાઈ છે.
2750 જગ્યાઓ માટે થઈ શકે છે ભરતીની જાહેરાત!
ગુજરાતના ભાવિ શિક્ષકો કરાર આધારિત ભરતીનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. એક તરફ ટેટ-ટાટ પાસ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી માટે આંદોલન ચલાવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા વિદ્યા સહાયકની ભરતી અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે તેવી માહિતી સામે આવી છે. ટૂંક સમયમાં બાકી રહેલી જગ્યાઓ માટે વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરવામાં આવશે તેવી જાણકારી સામે આવી છે. 2750 જેટલી વિદ્યાસહાયકોની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. આની પહેલા જ્યારે ભરતી કરવામાં આવી હતી ત્યારે 2600 જેટલી જગ્યાઓ ભરાઈ ચૂકી હતી અને હવે બાકીની 2750 જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે.
ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે જ્ઞાન સહાયકનો વિરોધ
જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઉગ્ર રીતે નોંધાવી રહ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક ભરતીને રદ્દ કરી કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે ગાંધીનગર ખાતે આંદોલન કરવાનો અનેક વખત પ્રયાસ કર્યો પરંતુ આંદોલન કરવા સ્થળ પર પહોંચે તેની પહેલા જ તેમની અટકાયત કરી દેવામાં આવતી હતી. જ્ઞાન સહાયકના વિરોધ વચ્ચે સરકારે વિદ્યા સહાયકની ભરતી કરવાની વિચારણા કરી છે ત્યારે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે?