Dusheraના પર્વ પર ડ્રગ્સને લઈ Harsh Sanghviએ આપ્યું નિવેદન, કહ્યું નકારાત્મકતાના રાવણનું દહન કરીએ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-24 16:49:05

ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ દારૂબંધીના કાયદાનો અમલ કેટલો અને કેવો થાય છે તે આપણે જાણીએ છીએ. દારૂબંધીના ધજાગરા ખુલ્લેઆમ ઉડતા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. ગુજરાતને ડ્રાય સ્ટેટ પણ કહેવામાં આવે છે પરંતુ વાસ્તવિક્તા આપણા નજરોની સામે છે. કેટલો દારૂ ઝડપાય છે, કેટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાય છે તે આપણે જાણીએ છીએ. દારૂ તો યુવા પેઢીને નુકસાન પહોંચાડે ઉપરાંત ડ્રગ્સ પણ શરીર માટે હાનિકારક છે. ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે ત્યારે આજે દશેરાના દિવસે ગુજરાતમાં પકડાતા ડ્રગ્સને લઈ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. 

ગુજરાતમાંથી અનેક વખત પકડાય છે ડ્રગ્સ 

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. એક સમયે ઉડતા પંજાબ કહેવાતું હતું પરંતુ આપણા રાજ્યમાંથી પણ અનેક વખત ડ્રગ્સનો મોટો જથ્થો પકડાય છે. ડ્રગ્સને પકડવા માટે ઝુંબેશ ચાલે છે. એક્શન ત્વરીત લેવામાં આવી રહ્યા છે. ત્યારે ડ્રગ્સને લઈ હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ પહેલા રાજ્યના નાગરિકોને દશેરાની શુભકામના પાઠવી હતી અને તે બાદ કહ્યું કે વિજયાદશમીનું પવિત્ર પર્વ આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક છે. દશેરા એટલે ખામીઓ સામે ખૂબીઓનો વિજય એમ જણાવી નકારાત્મકતાના રાવણનું દહન કરીને હૃદયમાં સકારાત્મકતાની જ્યોત પ્રગટાવવા આહ્વાન કર્યું હતું.   


પોલીસની કામગીરીને હર્ષ સંઘવીએ બિરદાવી 

ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે રાજ્યમાં છેલ્લાં બે વર્ષથી ડ્રગ્સના દૈત્યને નાથવાનું અને ડ્રગ્સ રેકેટનો સંપૂર્ણપણે સફાયો કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. અમે ડ્રગ્સની સામે અભિયાન નથી ચલાવતા, અમે એક જંગ છેડી દીધી છે. ડ્રગ્સને સંપૂર્ણરીતે સાફ કરીને જ આ જંગ બંધ કરીશું તેવી હું બધાને ખાતરી આપું છું. ડ્રગ્સ સામેની લડાઈમાં અમે જીત મેળવીને રહીશું.  રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા, સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. ઉપરાંત એવું પણ કહ્યું હતું કે હું કહું છું કે કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે. કાયદો તોડનાર દરેકને જ્યાં સુધી સજા ન થયા ત્યાં સુધી ગુજરાત પોલીસ તેની પાછળ જ રહેશે. 



પોલીસ ધારે તો તેમના માટે અશક્ય કંઈ નથી 

મહત્વનું છે અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે પોલીસ ધારેને તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી. એ ધારે તો ગુજરાતમાં દારૂબંધીનો અમલ કડકપણે થાય. ઘણી વખત બનતું હોય છે કે દારૂના અડ્ડાઓની જાણ હોવા છતાંય પોલીસ દ્વારા એક્શન નથી લેવામાં આવતા.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...