દિલ્હીમાં બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધી છે. 20 વર્ષના સાહિલે 16 વર્ષની સાક્ષી પર જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પુના ઘા મારી તેને ઘાયલ કરી હતી તે ઉપરાંત પથ્થરથી હુમલો કર્યો હતો. ત્યારે આ વાતને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વાતને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલજી પર નિશાન સાધ્યું હતું. આ ઘટનાને લઈ સીએમ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું તે સિવાય દિલ્હીના શિક્ષણમંત્રીએ પણ મહિલાઓની સુરક્ષાને લઈ સવાલ ઉઠાવ્યા છે.
અરવિંદ કેજરીવાલે એલજી પર સાધ્યું નિશાન!
દિલ્હીમાં મુખ્યમંત્રી અને એલજી વચ્ચે ચાલતા વિવાદ અંગે બધા જાણે છે. ત્યારે દિલ્હીમાં સગીરાની થયેલી નિર્મમ હત્યાને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એલજી પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી કેજરીવાલે લખ્યું કે દિલ્હીમાં ખુલ્લેઆમ એક સગીરાની બેરહમીથી હત્યા કરી દેવામાં આવે છે. આ બેહદ દુખદ છે અને દુર્ભાગ્યપૂર્ણ છે. અપરાધી બેખોફ બની રહ્યા છે, પોલીસનો કોઈ ડર જ નથી. એલજી સાહેબ કાયદો વ્યવસ્થા જાણવી તમારી જવાબદારી છે, કંઈક કરો. દિલ્હીના લોકોની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે.
મહિલાની સુરક્ષા પર ધ્યાન આપવા શિક્ષામંત્રીની અપીલ!
અરવિંદ કેજરીવાલ સિવાય દિલ્હીના શિક્ષામંત્રી આતિશીએ પણ ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું કે આ ખોફનાક હત્યા જોઈ રૂંવાડા ઉભા થઈ જાય. હું ઉપરાજ્યપાલને યાદ કરાવા માગું છું કે સંવિધાને તેમને દિલ્હીના લોકોની સુરક્ષાની જવાબદારી આપી છે. પરંતુ તે પોતાનો આખો સમય સીએમ અરવિંદ કેજરીવાલના કામને રોકવામાં લગાવે છે. દિલ્હીની મહિલાઓની સુરક્ષા પર ધ્યાન આપે. આજે દિલ્હીની મહિલા બિલકુલ સુરક્ષિત નથી