છોટાઉદેપુરમાં પ્રસૂતા મહિલાના મોત પર હાઈકોર્ટે સુઓમોટો લેતા સરકાર પાસેથી માંગ્યો જવાબ, શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-10-05 15:26:53

ગુજરાતને આપણે ભલે વિકસીત ગુજરાત કહેતા હોઈએ પરંતુ અનેક વિસ્તારો એવા છે જ્યાં કહેવાતો વિકાસ હજી સુધી નથી પહોંચ્યો.. અનેક અંતરિયાળ વિસ્તારો એવા છે જ્યાં રસ્તો નથી પહોંચ્યો જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.. થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે.... 

શું કહ્યું જજના બેન્ચે?

ત્રણ ઓક્ટોબરના દિવસે ગુજરાત હાઈકોર્ટમાં જજ બિરેન વૈષ્ણવ અને નીશા ઠાકોરની બેન્ચ દ્વારા તુરખેડાની આ ઘટના પર માધ્યમોમાં પ્રસારિત થયેલા અહેવાલના આધારે સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી છે... જજ બિરેન વૈષ્ણવે કોર્ટમાં કહ્યું હતું કે, આ સમાચાર વાંચીને અમારા માથા શરમથી ઝૂકી ગયા છે.... મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિને સમાચાર પત્રોમાં આ અહેવાલ આવ્યો હતો કે, આદિજાતિના જિલ્લા છોટાઉદેપુરના તુરખેડા ગામમાં એક મહિલાને પ્રસવની પીડા ઉપડતા ઝોળીમાં નાંખીને પરિવારના લોકો ચાલતા 5 કિલોમીટર દુર લઈ જતા હતા.. 



ઘણા સમયથી લોકો કરી રહ્યા છે રોડની માગ

જ્યા 108 એમ્બ્યુલન્સ આવવાની હતી. ત્યાંથી 108 મહિલાને પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે લઈ જવાની હતી જે 25 કિમી દૂર હતું, પરંતુ રસ્તામાં જ મહિલાને પ્રસુતિ થઇ તેણે દીકરીને જન્મ આપ્યો અને મૃત્યુ પામી. આ તેની છેલ્લી યાત્રા બની રહી છે. કેટલાક વર્ષોથી ગામડાનના લોકો સરકાર પાસે રોડની માગ કરી રહ્યા હતા. ટેન્ડર નીકળે પાંચ વર્ષ થઇ ચૂ્ક્યા છે પણ કશું જ થયું નથી. આ ગામડામાં પ્રાથમિક સારવાર કેન્દ્ર અને રોડ જેવી પાયાની મૂળભૂત સુવિધાઓ નથી. આ ગામડામાં ત્રીજો બનાવ બન્યો છે. આ ગામડું નર્મદાના કિનારે આવેલું છે. નર્મદામાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે અને આપણે વિકસિત ગુજરાતમાં સમાનતાની વાત કરીએ છીએ.....



17 તારીખ સુધીનો આપવામાં આવ્યો છે સમય  

હાઇકોર્ટે રજીસ્ટ્રાર જ્યુડિશિયલને આ બાબતને સુઓ મોટો પિટિશન તરીકે લેવા આદેશ આપ્યો હતો. ગુજરાતના ચીફ સેક્રેટરી આ બાબતે હાઇકોર્ટને 17 ઓકટોબરે જવાબ આપે. કયા સંજોગોમાં આ દુઃખદ ઘટના બની તેનો રિપોર્ટ ચીફ સેક્રેટરી ચીફ જજની કોર્ટમાં મૂકશે.સાથે જ ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરી દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વીસ ઓથોરિટીનો સંપર્ક સાધીને આ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત લઈને તેમની તકલીફ જાણવામાં આવશે. ઉપરાંત ગામડામાં વસતા અન્ય લોકોની પણ તકલીફો જાણવામાં આવશે. તે પણ જોવામાં આવશે કે, ગામડામાં કેવી સુવિધાઓ છે.... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?