મહાત્મા ગાંધીની આજે 75મીં પુણ્યતિથી છે. પુણ્યતિથીના દિવસે અનેક નેતાઓએ ગાંધી બાપુને યાદ કર્યા હતા. તે ઉપરાંત વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહ સહિતના નેતાઓએ રાજઘાટ જઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીના યોગદાનને યાદ કરવા આ દિવસને શહીદ દિવસ તરીકે ઉજવામાં આવે છે.
રાજઘાટ જઈ બાપુને આપી પુષ્પાંજલિ
30 જાન્યુઆરી 1948ના રોજ મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તેમના મોતથી દેશમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. આજે ગાંધી બાપુની 75મી પૂણ્યતિથી છે. બાપુને અનેક રાજનેતાઓએ યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગાંધીજીના બલિદાનને યાદ કરવા 30 જાન્યુઆરીના રોજ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજઘાટ ખાતે જઈ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ટ્વિટ કરી પીએમ મોદીએ કર્યા બાપુને યાદ
તે સિવાય પીએમ મોદીએ ટ્વિટ કરીને પણ બાપુને યાદ કર્યા હતા. ટ્વિટમાં તેમણે લખ્યું કે હું બાપુને તેમની પુણ્યતિથી પર તેમને નમન કરું છું અને તેમના વિચારોને યાદ કરું છું. હું બધા લોકોને પણ શ્રદ્ધાંજલી અર્પણ કરું છું જે દેશ માટે શહીદ થયા છે. તેમના બલિદાનને કયારેય પણ ભૂલી ન શકાય. તે સિવાય અમિત શાહે પણ બાપુને યાદ કર્યા હતા.
અમિત શાહે તેમજ અરવિંદ કેજરીવાલે બાપુને આપી શ્રદ્ધાંજલિ
શાહે ટ્વિટ કરતા લખ્યું કે સ્વદેશી અને સ્વાવલંબનના માર્ગ પર ચાલી દેશને આત્મનિર્ભર બનાવાની પ્રેરણા આપવા વાળા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી પર તેમને કોટી-કોટી વંદન. તે સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરી બાપુને યાદ કર્યા હતા. કેજરીવાલે લખ્યું કે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમને કોટિ-કોટિ નમન. બાપુએ સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાની શીખ આપી હતી, તેમના દ્વારા બતાવામાં આવેલા માર્ગ પર ચાલતા દેશની સેવા કરવી એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.