Janmashtamiના દિવસે Gujaratમાં જોવા મળી મેઘમહેર, આટલા તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-07 12:07:57

આજે જન્માષ્ટમી છે. અનરાધાર વરસાદ વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આપણે ત્યાં સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જન્માષ્ટમીના દિવસે અમી છાંટણા વરસાદના થતા હોય છે. અમી છાંટડા નહીં પરંતુ આજે તો જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. ઓગસ્ટ કોરોકટ સાબિત થયો હતો ત્યારે ઘણા લાંબા સમય બાદ વરસાદની પધરામણી થઈ છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ ગયું છે. 24 કલાકમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. લાંબા સમય બાદ વરસાદ આવ્યો પરંતુ ધમાકેદાર આવ્યો. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજકોટમાં, મહેસાણામાં, નવસારીમાં, અમદાવાદ સહિત અનેક જગ્યાઓ પર મેહુલો મહેરબાન થયો છે. 

વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી સાચી પડી.... 

એક સમય એવો હતો જ્યારે વરસાદે ધબધબાટી બોલાવી હતી. અનેક ટકા વરસાદ વરસ્યો હતો. જેને લઈ જગતનો તાત ખુશ હતો. પરંતુ ઓગસ્ટ મહિનાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી. ઓગસ્ટ મહિનો કોરોકટ સાબિત થયો. આખો મહિનો કોરો સાબિત થતાં જગતના તાતની ચિંતા વધી ગઈ હતી. વરસાદના આગમનની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં કેવો વરસાદ થશે તેને લઈ આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી હતી. આગાહી સાચી પણ પડી રહી છે. 


112 તાલુકામાં જોવા મળી મેઘમહેર 

સપ્ટેમ્બરમાં વરસાદનું આગમન થઈ ગયું છે. લાંબા સમયથી વિરામ લીધેલા વરસાદે રિ-એન્ટ્રી ધમાકેદાર કરી છે. 7 તારીખ બાદ વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી અને તે આગાહી સાચી પણ સાબિત થઈ છે. ગુજરાતના 112 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગઈકાલ રાતથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. 


આ જિલ્લાઓમાં વરસ્યો વરસાદ 

ગુજરાતના 112 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી. અનેક જિલ્લાઓમાં તો માત્ર થોડા સમયની અંદર ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો. નવસારીના વાંસદામાં 3.7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત ધરમપુર અને પારડીમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. 15 જેટલા તાલુકાઓ એવા હતા જ્યાં એક ઈંચથી બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સુરત, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગરમાં પણ મેહૂલો મહેરબાન થયો હતો. અમદાવાદમાં વરસાદી ઝાપટા આવ્યા હતા. તે સિવાય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. વરસાદનું આગમન થતાં જગતના તાતના ચહેરા પર ફરી એક વખત ખુશી દેખાઈ હતી. 

આગામી દિવસો માટે હવામાન વિભાગની આગાહી  

રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આજે હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે. તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે હવામાન વિભાગના મતે કાલથી વરસાદનું જોર વધશે અને સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મૂશળધાર વરસાદ વરસશે.  તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?