ભાજપને સમર્થનની જાહેરાત પર ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું, મારુ સમર્થન સમાજ સાથે છે..! જાણો શું લખ્યું છે સોશિયલ મીડિયા પર યુવરાજે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-03 17:18:18

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે... આ બધા વચ્ચે ગુજરાતમાં પીએમ મોદી આવ્યા હતા બે દિવસ પ્રચાર માટે... પીએમ મોદી ગુજરાત હતા તે દરમિયાન રાજકોટ સ્ટેટના રાજવી માંધાતાસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતના 15 રાજવી પરિવાર અને 46 જેટલા રાજવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે... રાજવી માંધાતાસિંહની જાહેરાત બાદ ભાવનગરના યુવરાજ જયરાજવીરસિંહ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકવામાં આવી જેમાં તેમણે લખ્યું કે હું અને મારો પરિવાર સમાજ સાથે છીએ..

શું કહ્યું હતું રાજવી પરિવારે પ્રેસ કોન્ફરન્સમાં?

ભાજપને સમર્થનની જાહેરાત કરતા માંધાતાસિંહે જણાવ્યું હતું કે, "રાજાશાહી યુગના તપસ્વી, ત્યાગી અને પરાક્રમીની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે. તો આપણે પ્રચંડ જનસમર્થન બતાવીને પૂર્ણ બહુમતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપીએ.અયોધ્યા રામ મંદિર હોઈ કે પછી બેટ દ્વારકાનો વિકાસ કરવાનો હોય. આ સાથે અંબાજી મંદિર અને સોમનાથનો વિકાસ પણ તેમણે કર્યો છે. રાજવીઓ જેમ કાર્ય કરતા હતા તેમની માફક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્ય કરી રહ્યા છે. કમળનું ફૂલ શુદ્ધતા અને આધ્યાત્મિકતાનું આંગણું છે. રાજવીઓનું સંપૂર્ણ સમર્થન વડાપ્રધાન મોદી સાથે છે."


ભાવનગરના યુવરાજે સોશિયલ મીડિયા પર લખી પોસ્ટ

તો માંધાતાસિંહ જાડેજાની જાહેરાત સામે ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે મોટું નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જયવીરરાજસિંહે લખ્યું છે - 


“અમુક સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા મારી બનાવટી તસવીરો નો ઉપયોગ કરીને મારા રાજપુત સમાજ ને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ બાબતે હું સ્પષ્ટતા કરવા ઈચ્છું છું કે, હું અને મારો પરિવાર હંમેશા અમારા રાજપૂત સમાજની પડખે ઊભા રહ્યા છીએ. અમારા માટે અમારો સમાજ કાયમ માટે કોઈપણ રાજકીય પક્ષ કરતા ઉપર આવે છે. અમે ક્યારેય કોઈપણ પક્ષ સાથે સંકળાયેલા નથી, ન તો અમારામાંથી કોઈ પક્ષના સભ્ય છીએ અને ન તો અમે કોઈ પક્ષને મત આપવા માટે પ્રચાર કે સૂચન કરી રહ્યા છીએ. 


મારા રાજપૂત ભાઈઓ અને બહેનો અને હું એક લોકશાહી દેશમાં રહીએ છીએ, અને આપણે કોને પસંદ કરીએ તે પોતાનું અંગત મંતવ્ય છે. કોને મત આપવો કે ન આપવો તે હું સૂચન કરતો નથી અને મને વિશ્વાસ છે કે તમે બધા તે જાતે પસંદ કરવા માટે પૂરતા સમજદાર છો.”


જયવીરરાજસિંહે આ પોસ્ટમાં કોઈનું પણ નામ લખ્યા વિના આડકતરી રીતે કહી દીધું છે કે તેઓ માંધાતાસિંહે કરેલી જાહેરાત “15 રાજવી પરિવાર અને 46 જેટલા રાજવીઓ” સાથે સહમત નથી. ... 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?