રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો જબરદસ્ત ખોટ કરી રહી છે, રાજકોટ મહાનગરપાલિકા પર તો કરોડો રૂપિયાનું દેવું હોવાનું દેવું હોવાનું સામે આવ્યું છે. રાજકોટના મેયર નયના પેઢડીયાએ દેવા અંગે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પર રૂ. 1307 કરોડ રુપિયાનું દેવુ છે. પાણી ચાર્જ પેટે સરકારના વિવિધ વિભાગોનું રૂ. 1307 કરોડનું દેવું ચડ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
દૈનિક 40 કરોડ લીટર પાણીની માગ
રાજકોટના મેયર નયના પેઢડિયાએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે રાજકોટનો શહેરી વિસ્તાર વધતા પાણીની માંગ દૈનિક 40 કરોડ લીટર કરતા પણ વધારે છે. સૌની યોજના સહિત વિવિધ યોજનાના પાણી ચાર્જ પેટે ગત નવેમ્બર 2023 સુધી દેવા રકમ રૂ.1307 કરોડ પહોંચી છે. તેમના જણાવ્યા મુજબ સૌની યોજનાના 153 કરોડ, નર્મદા નીરના 770.81 કરોડ તથા સિંચાઈ વિભાગના 373.27 કરોડ રૂપિયા બાકી છે. રાજકોટની જનતાને પાણી અંગે સમસ્યા ઉભી ન થાય તે માટે પાણીની માગ કરવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે 45 વર્ષથી નવા જળસ્ત્રોત ન હોવાથી અન્ય યોજનાઓ પર આધાર રાખવો પડે છે. અગાઉની જેમ આ વખતે પણ રીતે દેવુ માફ કરવા રાજ્ય સરકારને રજૂઆત કરીશું, હાલ પત્ર વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે.