Rahul Gandhiના નિવેદન પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહી આ મોટી વાત.. સાંભળો શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-08 18:51:16

કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સંસદમાં તેમના હિન્દૂ ધર્મ પર અપાયેલું નિવેદન હાલ ચર્ચામાં છે.. તેમના નિવેદનને કારણે ખુબ જ વિવાદ થયો, નિવેદન બાદ જે કંઈ થયું તે આપણે જાણીએ છીએ. નિવેદનને લઈ ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માએ ગાઝીયાબાદની ભાગવત કથામાં રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમની પર આકરા પ્રહાર કર્યા હતા પણ હવે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની પ્રતિક્રિયા સામે આવી છે. 

જ્યારે શંકરાચાર્યને પૂછવામાં આવ્યું રાહુલ ગાંધીના નિવેદન વિશે...  

અવિમુક્તેશ્વરનંદજીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે રાહુલ ગાંધીના હિન્દૂ ધર્મ પરના આ નિવેદન પર શું કહેશો? ત્યારે શંકરાચાર્યએ જવાબ આપતા કહ્યું કે , જ્યારે આપણને કોઈ કહે કે કાગડો કાન લઈ ગયો ત્યારે આપણે સૌપ્રથમ કાન પર હાથ લગાવીને ચેક કરીએ છીએ કે કાન છે કે નહીં. અને જો કાન ના હોય તો આપણે લોકોની પાછળ ભાગીએ છીએ. તમે જે વાત કહી રહ્યા છો કે રાહુલ ગાંધીએ હિન્દૂ ધર્મની વિરુદ્ધમાં વાત કરી દીધી આ બાદ અમને આ વાત જણાવવામાં આવી ત્યાર પછી અમે રાહુલ ગાંધીનું આખું પ્રવચન સાંભળ્યું જે તેમણે સંસદમાં આપ્યું હતું. 


સંસદમાં રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન

નિવેદન આપતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના નિવેદનને બરાબરથી સાંભળ્યું , ખબર પડી કે રાહુલ ગાંધીએ તો કહ્યું છે કે હિન્દૂ ધર્મમાં તો હિંસાનું સ્થાન જ નથી. અને જયારે તેઓ આ વાત સ્પષ્ટ રીતે કહી રહ્યા છે ત્યારે તેમની પર આ આરોપ લગાવવો કે રાહુલ ગાંધીએ હિન્દૂ ધર્મની વિપરીત વાત કરી છે. તે અપરાધ છે.  દુષ્પ્રચાર છે .આવું કેહવા વાળાને દંડિત કરવા જોઈએ. રાહુલ ગાંધીએ તો ચોખ્ખું કહ્યું છે કે , હિન્દૂ આવું ના કરી શકે . મહત્વનું છે કે  પહેલી જુલાઈના રોજ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં નિવેદન આપ્યું હતું..  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?