અનેક મુદ્દાઓ પર ઘેરવા કેન્દ્ર સરકારને ઘેરવા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. વડાપ્રધાનના જન્મદિવસ પર વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે તો કોંગ્રેસ તેમના જન્મદિવસને રાષ્ટ્રીય બેરોજગારી દિવસ તરીકે ઉજવી રહી છે. વધતી બેરોજગારીને લઈ કોંગ્રેસે વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે મોદીજી, ફોટો પાડવામાંથી અને ફોટો પડાવવામાંથી ઉંચા આવે તો બેરોજગાર યુવાનોની સમસ્યાઓ પર ધ્યાન આપે.
રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન
7મી સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી કન્યાકુમારીથી
કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. પોતાની યાત્રા દરમિયાન કેન્દ્ર
સરકારને અનેક પ્રશ્નો પર ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે કોલ્લમ ખાતે રેલી
દરમિયાન રાહુલ ગાંધીએ દેશમાં વધી રહેલી બેરોજગારી મુદ્દે ભાજપની સરકાર પર નિશાન
સાધ્યું છે. પોતાના સંબોધન વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે વિશ્વના બીજા નંબરના સૌથી
ધનવાન વ્યક્તિ આ દેશના એક નેતાના ઘનિષ્ઠ છે.
વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી પર કોંગ્રેસનો પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભાજપ અનેક કાર્યક્રમો કરી તેમના જન્મદિવસની ઉજવણી કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસે રાષ્ટ્રીય બેરોજગારી દિવસની ઉજવણી કરી હતી. ચિત્તાની ફોટોગ્રાફી કરી રહેલા વડાપ્રધાન મોદી પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસે લખ્યું કે મોદીજી, ફોટો પાડવામાંથી અને ફોટો પડાવવામાંથી ઉંચા આવે તો બેરોજગાર યુવાનોની સમસ્યાઓ પર ધ્યાન આપે.