Rajkot TRP Game Zoneમાં એક તરફ લોકો મરી રહ્યા હતા તો બીજી તરફ પોલીસના કર્મચારીઓએ બતાવ્યું કે ગુજરાતની સિસ્ટમમાં શું ચાલે છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-26 16:29:19

ગઈકાલથી ગુજરાતના લોકોની આંખો ફાટી નીકળી છે. અને હૃદયના ધબકારા ધીમા પડી ગયા છે...  કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં લાગેલી વિનાશકારી આગે અનેક લોકોને નિરાધાર કરી મૂક્યા છે. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જોઈને આપણને પણ શરમ આવે અને સવાલ થાય કે કોઈ આટલી હદ સુધી કેવી રીતે નીચે પડી શકે? એક વીડિયો પોલીસનો સામે આવ્યો છે જેમાં સાહેબ માટે પોસીસ વાળા ખુરશી લાવી રહ્યા છે..!  

સાહેબ માટે ખુરશી લાવતા દેખાયા પોલીસ અધિકારી

રાજકોટમાં બનેલી ઘટનામાં અત્યાર સુધી 27થી વધુ લોકોના મોત થયા હોવાનો આંકડો સામે આવ્યો છે. તો બીજી તરફ Civil Hospitalમાં પરિવારજનો આક્રંદ સાથે સ્વજનોને શોધી રહ્યા છે...આટલી મોટી દૂર્ઘટના અને કમનસીબી શું કે આપણે કશુ જ કરી નથી શકતા પણ હા પોલીસ કર્મચારીઓ શું કરી રહ્યાં છે.... તો સિસ્ટમનો સડો આપણી સામે રજુ કરી રહ્યાં છે... એક તરફ જીવતા માણસો આગમાં બળી રહ્યાં હતા અને બીજી તરફ ઘટનાસ્થળે સાહેબ માટે ખુરશીઓ લાવતી પોલીસ દેખાઈ...! 



આ મામલે શું માનવું છે તમારૂં?

સવાલ એ છે કે આટલી મોટી ગંભીર દૂર્ઘટના જેણે આપણું હૈયું પણ આક્રંદથી ભરી દીધું.. જ્યારે સમાચાર સાંભળ્યા તો સમજમાં નહોતુ આવતું કે શું કરીએ... અને આ પોલીસ કર્મચારીઓ જુઓ... સાહેબ માટે ખુરશીની વ્યવસ્થા કરતા દેખાઈ રહ્યાં છે.!.. અત્યારે તો પહેલું કામ માનવતાનું હોય.... શું આ પોલીસ અધિકારીઓને આ પ્રકારની ટ્રેનિંગ કોણે આપી હશે... અને સવાલ તો એ પણ થાયને કે આટલી મોટી દૂર્ઘટનામાં જ્યારે માબાપ બોલી ન શકતા હોય આંખનું આંસુ નીકળી ન શક્તુ હોય તો શું સાહેબે ખુરશી મંગાવી હશે ....? ત્યારે આ વીડિયો પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો... 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?