11 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજ્જેન જવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ બાબા મહાકાલના નવનિર્મિત કોરિડોરનું લોકાર્પણ કરવાના છે. લોકાર્પણ થયા બાદ કોરિડોર લોકો માટે ખોલી દેવામાં આવશે. વડાપ્રધાનની મુલાકાતને લઈ અત્યારથી જ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
કેબિનેટ પહેલા કરી સીએમએ જાહેરાત
મંગળવારના રોજ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં આ કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવામાં આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે મહાકાલ કોરિડોર હવેથી શ્રી મહાકાળ લોકના નામથી ઓળખવામાં આવશે.
2 તબક્કામાં કરાશે કામગીરી
મધ્યપ્રદેશના મુખ્યનંત્રીએ કહ્યું કે પ્રારંભિક તબક્કામાં અમે નાગરિકો સાથે ચર્ચા કરી, મંદિર સમિતિના સભ્યો સાથે ચર્ચા કરી તેમની સૂચનાઓના આધારે અમે યોજના બનાવી. અમે 2018માં ચૂંટણી પૂર્વે ટેન્ડરો મંગાવ્યા હતા. સરકાર બદલાવવાને કારણે કામ રોકાઈ ગયું હતું પરંતુ અમારી સરકાર બની અને તરત જ અમે એની સમીક્ષા કરી 2 તબક્કામાં કામ કરવાનો નિર્ણય કર્યો છે. પહેલા તબક્કામાં 351 કરોડ છે અને બીજા તબક્કા માટે સરકારે 310 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.