ગુજરાત સ્થાપના દિવસ પર જાણો એ આંદોલન વિશે જેને કારણે મહાગુજરાતમાં સ્થાપના થઈ બે રાજ્યોની! જાણો કોણે કરી ગુજરાત રાજ્યની સ્થાપના!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-01 13:07:42

આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. પહેલી મે 1960ના રોજ મહાગુજરાતમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતની સ્થાપના દિવસ પર વાત કરવી છે મહાગુજરાત આંદોલનની. ગુજરાતની માગ માટે છોકરાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓ મહાગુજરાત આંદોલન પણ કરી શકે છે અને નવ નિર્માણ આંદોલનન પણ કરી શકે છે.     


ગુજરાત રાજ્ય સ્થાપવા માટે ચાલ્યું મહાગુજરાત આંદોલન! 

મહાગુજરાતમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ કરવા માટે આંદોલન ચલાવવામાં આવ્યું હતું. રાજ્યો અલગ કરવા માટે મહાગુજરાત આંદોલન 1956થી 1960 સુધી ચાલ્યું. જેમાં અનેક લોકો શહીદ થયા.. આપણે દિવસની ઉજવણી તો કરતા હોઈએ છીએ, વ્હોટસઅપ સ્ટેટસ પણ રાખી દઈએ છીએ કે ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પરંતુ તેની સાથે જોડાયેલા ઈતિહાસ વિશે આપણને જાણકારી છે ખરી? આપણે એ ઈતિહાસને પણ ભૂલવો ના જોઈએ જ્યારે એ જ ગુજરાત માટે વિદ્યાર્થીઓએ બંદુક સામે પોતાની છાતી ધરી દીધી હતી....


અલગ રાજ્ય સ્થાપવા માટે વિદ્યાર્થીઓએ કર્યું આંદોલન!

આ આંદોલનને એટલા માટે પણ યાદ કરવું છે કારણ કે ભારતની આઝાદી પછી મહાગુજરાત આંદોલન ગુજરાતનું સૌથી મોટું આંદોલન હતું. જ્યારે આપણો દેશ બ્રિટિશરોની ગુલામી હેઠળ હતો ત્યારે અત્યારનો પશ્ચિમનો ભાગ બોમ્બે પ્રેસિડન્સી કહેવાતો હતો. આઝાદી પછી 6 ઓગસ્ટ 1956ના દિવસે મુંબઈ રાજ્યની સ્થાપના થઈ. જેમાં બે ભાષા બોલાતી હતી એક હતી મરાઠી અને બીજી હતી ગુજરાતી. ગુજરાતની ગુજરાતી પ્રજાને અલગ રાજ્ય ના મળતા તેમને આઘાત લાગ્યો હતો... જો કે મહારાષ્ટ્રની પરિસ્થિતિ પણ એવી હતી કારણ કે તેમને પણ મરાઠી ભાષા માટેનું અલગ રાજ્ય જોઈતું હતું. ત્યાં પણ આંદોલનો થયા હતા.. 


ઈન્દુલાલ યાજ્ઞિકે આંદોલનનો સંભાળ્યો મોરચો!

રાજ્ય સ્થાપનાના ઠીક એક દિવસ બાદ એટલે કે 7 ઓગસ્ટ 1956ના દિવસે છોકરાઓ કોંગ્રેસના ઠાકોર ભાઈ દેસાઈને મળ્યા... ઠાકોરભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને યોગ્ય જવાબ ના આપ્યો અને તેના કારણે જ હડતાળનું એલાન કરવામાં આવ્યું. અમદાવાદ શહેરના એલિસબ્રિજ ખાતે વિદ્યાર્થીઓનું 'લે કે રહેંગે મહાગુજરાત'ના નારા સાથે મોટું સરઘસ નિકળ્યું...તેના એક દિવસ પછી એટલે કે 8 ઓગસ્ટે અમદાવાદના ભદ્ર કિલ્લા પાસે છોકરાઓએ વિરોધ કર્યો... વિદ્યાર્થીઓનો વિરોધ હતો કોંગ્રેસ ભવન સામે... વિરોધ મોટા પાયે થઈ ગયો હતો... આંદોલને એટલું વિકરાળ સ્વરુપ લઈ લીધું હતું કે પોલેસે વિદ્યાર્થીઓ પર ગોળીઓનો મારો ચલાવ્યો... જેમાં પાંચ વિદ્યાર્થીઓના મોત થયા... આ સમયે ઈન્દુચાચા નિવૃત હતા પણ માગને જોતા ઈન્દુલાલ યાજ્ઞિકેએ મહાગુજરાત આંદોલનની બાગડોર પોતાના હાથમાં લીધી. 


પહેલી મેના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની થઈ સ્થાપના!

ઈન્દુચાચાની આગેવાનીથી ગુજરાતના લોકોને એક શક્તિ મળી...ગુજરાતના અનેક જગ્યા પર આંદોલનો થયા જેમાં 20થી વધુ યુવાનોએ જીવ ગુમાવ્યા. રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને જવાહરલાલ નહેરુ છેવટે બે અલગ ભાષાવાળા રાજ્યોની રચના કરવા માટે સહેમત થયા... આખરે પહેલી મે 1960ના દિવસે મહાગુજરાત આંદોલન સફળ નિવળ્યું અને બોમ્બે પ્રેસિડન્સીમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા...


રવિશંકર મહારાજે કરી ગુજરાત રાજ્યની સ્થાપના!

મહારાજના નામે જાણીતા રવિશંકર વ્યાસ એટલે કે રવિશંકર મહારાજે અમદાવાદના સાબરમતી આશ્રમમાં નવા રાજ્યની સ્થાપના કરી... ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે....આંદોલનના મુખ્ય ચહેરાઓને યાદ કરીએ તો નેતા તરીકે ઈન્દુલાલ યાજ્ઞિક હતા ત્યાર બાદ... સનત મહેતા, દિનકર મહેતા, વિદ્યાગૌરી નીલકંઠ, શારદાબહેન મહેતા, અશોક ભટ્ટ, બુદ્ધિબેન ધ્રુવ, રવિશંકર મહારાજ, બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રબોધ રાવલ, હરિહર ખંભોળજા, દિનકર અમીન, રમણિકલાલ મણિયાર, રણજીતરાય શાસ્ત્રી, માર્કંડ શાસ્ત્રી હતા. ત્યારે જમાવટ પરિવાર તરફથી તમામ દર્શકોને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ.  




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...