સામાન્ય રીતે જ્યારે કોઈ પણ સરકારી આંકડા જાહેર થતા હોય છે ત્યારે તેની સીધી અસર માર્કેટ પર જોવા મળતી હોય છે. જો સમાચાર સારા છે તો માર્કેટમાં નિવેશ કરવા વાળાને ફાયદો જ ફાયદો છે અને જો ખરાબ છે તો નિવેશકોની રાતોની ઉંઘ ઉડી જતી હોય છે. ત્યારે સરકાર દ્વારા ડિસેમ્બર ક્વાર્ટરના GDP ગ્રોથના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જીડીપીની ગતિમાં વધારો જોવા મળ્યો હતો અને તેની સીધી અસર શુક્રવારે ભારતીય શેરબજારે પર જોવા મળી હતી. શુક્રવારે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્ચેન્જનો સેન્સેક્સે 1000 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કર્યો હતો જ્યારે NSEના નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે.
નિફ્ટી અને સેન્સેક્સે નવો રેકોર્ડ રચ્યો !
ભારતીય શેરમાર્કેટમાં જે આજે તોફાની તેજી જોવા મળી હતી તેણે ઈતિહાસ રચ્યો છે. વિગતવાર વાત કરીએ તો NSE નિફ્ટીએ 22,312.65ના નવા રેકોર્ડ સર્જ્યો છે અને પહેલીવાર નિફ્ટી 22,300ને પાર પહોંચ્યો છે. આજે નિફ્ટીની શરૂઆત 22,048.30ના સ્તર પર થઈ હતી અને અંત 22,300 પર થયો. BSE સેન્સેક્સે પણ નવો રેકોર્ડ બનાવ્યો છે અને તે 73,590.58ના ઓલટાઇમ હાઈ લેવલ પર ચાલ્યો ગયો છે. તેની શરૂઆત આજે 72,606 પર થઈ હતી અને ઈન્ટ્રાડે સેન્સેક્સમાં બે કલાકના કારોબાર દરમિયાન તે 1000 ટકાથી વધુ ઉછાળો આવ્યો હતો.