દિવાળી નજીક છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે. કેજરીવાલની રેવડી અને ગેરંટીઓની બોલબાલા છે તેની વચ્ચે ગુજરાત સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે રાશનધારકોને વધારાની એક કિલો ખાંડ અને એક લિટર તેલ રાહતદરે આપવામાં આવશે.
આ રાહત દર કેટલો રહેશે?
દિવાળી નજીક જ છે ત્યારે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે અંત્યોદય અને બીપીએલ એમ 32 લાખ લોકોને રાહત દરે 1 કિલો ખાંડ મળશે. 15 અને 22 રૂપિયાના દરે 1 કિલો ખાંડ આપવામાં આવશે. જ્યારે 100 રૂપિયાના દરે 1 લીટર સિંગતેલ આપવામાં આવશે. આ નિર્ણયનો લાભ ગુજરાતના 71 લાખ જેટલા લોકોને મળશે.
કેન્દ્ર સરકાર વિનામૂલ્યે આપી રહી છે રાશન
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ડિસેમ્બર સુધી 71 લાખ રાશનકાર્ડ ધારકોને 1 કિલો ઘઉં અને 4 કિલો ચોખા વિનામૂલ્યે વિતરણ કરી રહ્યું છે. જ્યારે રાહત દરે વિતરણ અને વિનામૂલ્યે વિતરણ અલગ-અલગ કરવામાં આવે છે.