અમદાવાદમાં ધનતેરસની રાતે સોનાની દુકાનમાં જ કારીગરોએ શેઠને બંધ કરીને દુકાનમાંથી 3 કિલો સોનાની લૂંટને અંજામ આપ્યો હતો. દુકાન માલિકે પોલીસને જાણ કરતા પોલીસ દુકાને પહોંચી હતી, ત્યારે બહારથી દાગીનાની લૂંટ કરી કારીગરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
રાતે ચોરીને અંજામ આપ્યો ?
મોટેરા ગામમાં આવેલી અંજલી જ્વેલર્સ નામની દુકાનમાં ગઈકાલે ધનતેરસ હોવાથી રાત સુધી ગ્રાહકોની અવરજવર હતી, જે પૂરી થતાં રાતના 2 વાગે દુકાન મલિક મહેશ શાહ અને દુકાનના કારીગર સુરેન્દ્રસિંહ ઝાલા અને ચિરાગ બારોટ બધો સામાન સરખો મૂકી રહ્યા હતા. દુકાન માલિક મહેશ શાહ સ્ટ્રોંગ રૂમમાં દાગીના અને કેસ મૂકવા જતા હતા.
પોલીસે દુકાનદારને બહાર કાઢ્યા !!!
શેઠ જ્યારે દુકાનમાં ફસાયા ત્યારે તેમણે પોલીસને જાણ કરી હતી. શેઠને બંધ કરીને દુકાનમાં પડેલા સોનાના 3 કિલો દાગીનાની બંને કારીગરોએ લૂંટ કરી દીધી હતી. દુકાનના માલિક રૂમમાં બંધ હતા, જેથી તેમણે પોલીસને ફોન કર્યો હતો. પોલીસ આવી ત્યારે લૂંટ થઈ ચૂકી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને દુકાન માલિકને રૂમમાંથી બહાર કાઢ્યા હતા.