મહિનાના અંતિમ રવિવારે રેડિયો પર વડાપ્રધાન મોદી મન કી બાત કાર્યક્રમ કરે છે. રેડિયોના માધ્યમથી પોતાની વાત લોકો સુધી પહોંચાડે છે. ત્યારે 30 એપ્રિલે મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થવાના છે. તેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા 100 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. સિક્કા પર લખવામાં આવ્યું હશું 'મન કી બાત 100'. તે સિવાય માઈક પણ બનાવામાં આવ્યું હશે અને 2023 પણ સિક્કા પર લખવામાં આવ્યું હશે.
100માં એપિસોડને લઈ ભાજપ દ્વારા કરવામાં આવી છે વિશેષ તૈયારી!
ઓક્ટોબર 2014 થી પ્રથમ વખત વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રની શરૂઆત કરી હતી. ત્યારે 30 એપ્રિલે આ મન કી બાત કાર્યક્રમને 100 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે. 100 એપિસોડ પૂરા થતા 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવવાનો છે. આ સિક્કાની વાત કરીએ તો સિક્કાની ગોળાઈ 44 મિલીમીટરની હશે. રજત, તાંબુ, નિકલ અને જસતનું મિશ્રણનો ઉપયોગ આ સિક્કાને બનાવવા માટે કરવામાં આવ્યો છે. સોમાં એપિસોડનું પ્રસારણ લાખો લોકો જોવે તેવી વ્યવસ્થા ભાજપ દ્વારા કરવામાં આવી છે.એક લાખ જેટલા બૂથ પર આનું પ્રસારણ કરવામાં આવે તેવી યોજના ભાજપ દ્વારા કરવામાં આવી છે.
આની પહેલા પણ બહાર પાડવામાં આવ્યો છે 100 રૂપિયાનો સિક્કો!
આ પ્રથમ વખત નથી જ્યારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે. આની પહેલા અનેક વખત 100 રુપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપૈયીને યાદ કરવા થોડા વર્ષો પહેલા મોદી સરકારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તે ઉપરાંત રાજમાતા વિજયારાજે સિંધિયાની જન્મ શતાબ્દી પર પણ 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તે સિવાય પણ અનેક ખાસ દિવસો તેમજ મોકાઓ પર 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે.