ગુજરાતમાં મતદાનને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે.. ગુજરાતમાં પ્રચારનો દોર શરૂ થઈ ગયો છે.. દિગ્ગજ નેતાઓ રેલી કરી ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે... મતદાતાને રિઝવવા માટે પ્રયાસો કરવામાં આવશે. અનેક મતદાતા પાર્ટીને જોઈ મતદાન કરતા હોય છે અને અનેક લોકો ઉમેદવારને જોઈ... જનતાને એ જાણવાની ઈચ્છા હોય છે કે તેમના વિસ્તારના ઉમેદવાર આગામી પાંચ વર્ષમાં કયા કામો કરશે... ત્યારે જનતા વતી જમાવટની ટીમ લોકસભા બેઠકના બંને ઉમેદવારોને ફોન કરે છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે તે ઉમેદવારનું વિઝન શું છે?
ભાજપના ઉમેદવાર સાથે વાત ના થઈ શકી કારણ કે...
બનાસકાંઠા લોકસભા સીટ સામાન્ય રીતે ચર્ચામાં રહેતી હોય છે.. ભાજપે ડો. રેખા ચૌધરીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. ગેનીબેન ઠાકોર અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કર્યો હતો તેમના વિઝનને જાણવા.. રેખાબેન ચૌધરીનું વિઝન જાણવા માટે અનેક વખત ફોન કર્યા પરંતુ તે પ્રચારમાં વ્યસ્ત હતા.. તેમની સાથે વાત ના થઈ શકી.. જ્યારે જ્યારે રેખાબેનનો કોન્ટેક કરવાની કોશિશ કરી ત્યારે તેમના પ્રતિનિધિ દ્વારા કહેવામાં આવ્યું કે બેન બિઝી છે... જો કે ચૂંટણીના પ્રચાર વચ્ચે અનેક નેતાઓ સાથે સંપર્ક નથી થઈ શક્યો
જો ગેનીબેન જીતશે તો આગામી પાંચ વર્ષમાં કરશે આ કામ!
ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તે સાંસદ બને છે તો તે કયા કામો કરશે તો તેમણે કહ્યું કે સમગ્ર દેશની અંદર ખેડૂતોને એમએસપીના ભાવ મળે.. શિક્ષણની યોજનાઓ, હેલ્થની યોજનાને લઈ વાત કરી હતી, રોજગારીની તકો યુવાનોને મળે તે માટે તે કામ કરશે... મહત્વનું છે કે આ એક બેઠક એવી છે જેની ચર્ચા ખૂબ થાય છે.. બંને રાજકીય પક્ષોએ મહિલાઓને ટિકીટ આપી છે.. ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠાના મતદાતા કઈ મહિલાને સંસદ પહોંચાડે છે?