જનતા વતી જમાવટે અમદાવાદ પૂર્વના ઉમેદવારોને પૂછ્યો સવાલ, તેમની પાસેથી સાંભળો તમારા માટે શું કામ કરશે આગામી પાંચ વર્ષ દરમિયાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-24 15:49:00

લોકસભા ચૂંટણીનો  માહોલ ગુજરાતમાં બની રહ્યો છે.. ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે.. પોતાના પક્ષ તરફ મતદાતાઓને આકર્ષવા માટે અનેક વચનો આપવામાં આવશે,, વાયદાઓ કરવામાં આવશે કે જો અમારી પાર્ટી સત્તામાં આવી તો અમે આમ કરીશું વગેરે વગેરે... પ્રચાર દરમિયાન વિપક્ષ પર પણ પ્રહાર કરાશે.. ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે પરંતુ એવા મુદ્દાઓની વાત નથી કરવામાં આવતી જેની સીધી અસર મતદારના જીવન પર પડતી હોય છે....

જમાવટની એક નવી પહેલ 

મત આપવા જતા મતદાતાના મનમાં પ્રશ્ન હોય છે કે આગમી વર્ષોમાં તેમના વિસ્તારમાં કયા કામો કરવામાં આવશે... ઉમેદવાર કયા વિઝન સાથે આગળ વધશે તે જાણવા માટે ગુજરાત લોકસભા બેઠકોના ઉમેદવારોને ફોન જમાવટની ટીમ દ્વારા કરવામાં આવ્યો.. અમદાવાદ પૂર્વના ભાજપના તેમજ કોંગ્રેસના ઉમેદવારને ફોન કર્યો અને જાણવાની કોશિશ કરી કે જો તે સાંસદ બની જાય છે તો પોતાના મતવિસ્તારનો વિકાસ કરવા કયા કામો કરશે.. અમદાવાદ પૂર્વ પર ભાજપે હસમુખ પટેલને જ્યારે કોંગ્રેસે હિંમતસિંહ પટેલને ટિકીટ આપી.. 


આ વિઝન સાથે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર  લડશે ચૂંટણી! 

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હિંમતસિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે આગામી પાંચ વર્ષમાં કયા વિઝન સાથે તે આગળ વધશે તો તેમણે જણાવ્યું તેમના મતવિસ્તારમાં ભિન્ન ભિન્ન વ્યવસાય ધરાવતા લોકો વસે છે... લોકોને સારવાર મળી શકે તેવી કોઈ સરકારી હોસ્પિટલ નથી બની.. તેમણે વાત કરતી વખતે ભાજપ કેટલા વર્ષોથી શાસનમાં છે તેની વાત કરી હતી. તે ઉપરાંત સરકારી શાળા, કોલેજની પણ વાત કરી હતી. પૂર્વ વિસ્તારમાં રોજગારી ઉભી થાય તે માટે વ્યવસ્થા કરશે તેવી વાત કરી હતી.


શું છે ભાજપના ઉમેદવારનું વિઝન?

મેડિકલ કોલેજ બને, બધી જ શાળાઓ સ્માર્ટ શાળામાં પરિવર્તિત થાય એ દિશામાં મારા પ્રયત્નો છે. યુવાનોને રોજગારી મળે તે દિશમાં તે કામ કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે ભાજપના ઉમેદવાર હસમુખ પટેલને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે...  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?