Adivasi Divas પર જાણો એ આદિવાસી ઘડિયાળ વિશે જેના કાંટા અને અંક હોય છે સામાન્ય ઘડિયાળ કરતા વિરૂદ્ધ દિશામાં...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-09 15:41:43

આજે આદિવાસી દિવસ છે.. આજે વાત કરવી છે આદિવાસી પરંપરાની.. આદિવાસી ઘડિયાળની... આપણા બધાના ઘરમાં ઘડિયાળ તો હશે જ, પણ આ અનોખી ઘડિયાળ છે કારણ કે આ ઘડિયાળમાં 12 પછી 11 પછી 10 એ રીતે આંકળા છે. 


આદિવાસી ઘડિયાળમાં ઉંધા હોય છે આંકડા 

આ ઘડિયાળ જોઈને લાગશે કે આ ઘડિયાળ ઉંધી હશે. પરંતુ ના આ ઘડિયાળ પણ ઉંધી નથી અને તમે પણ ઉંધા નથી. આ ઘડિયાળ આપણને ઉંધી એટલા માટે લાગે છે કારણ કે આ ઘડિયાળ સામાન્ય ઘડિયાળ કરતા અલગ છે. આદિવાસી દિવસ નિમિત્તે આજે તમને આદિવાસી ઘડિયાળ સાથે પરિચય કરાવો છે. આદિવાસીઓમાં આ ઘડિયાળનું આગવું મહત્વ છે સામાન્ય ઘડીયાળ કરતાં ઉલ્ટી દિશા માં એટલે કે જમણે થી ડાબે તેના આંકડા છે અને કાંટાઓ પણ જમણે થી ડાબે ડ ફરે છે. આ પ્રકૃતિની દિશા માં ફરતી ઘડિયાળ માનવમાં આવે છે


દાહોદમાં આદિવસી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે...  

આદિવાસી સમાજના રીતરિવાજ અને પહેરવેશથી લઈ તેમની પરંપરા, તેમના વાજિંત્રો, તેમના તહેવારો એકદમ અનોખા હોય છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. ત્યારે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી અહી જોવા મળતી હોય છે. આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક સમાજ છે અને પ્રકૃતિને વરેલા હોય છે, ત્યારે તેના સંદેશ સાથે આદિવાસી સમાજમાં આદિવાસી ઘડિયાળ પણ ચલણમાં આવી છે.


પ્રકૃતિના નિયમોને ધ્યાનમાં રાખી બનાવાઈ આ ઘડિયાળ!

આદિવાસી ઘડીયાળની ખાસિયત એ છે કે તેમાં લખેલા અંક જમણે થી ડાબી તરફ હોય છે અને તેના કાંટા પણ જમણે થી ડાબી તરફ ફરતા હોય છે. સામાન્ય રીતે ઘડિયાળના આંકળા અને કાંટા ડાબેથી જમણી તરફ ફરતા હોય છે ત્યારે આ ઘડીયાળના પ્રતિક સાથે આદિવાસી સમાજ એ સંદેશ આપે છે કે કુદરતના નિયમ પ્રમાણે દરેક કાર્યો જમણે થી ડાબે થતાં હોય છે.



આદિવાસી પરંપરા વિશે નવી પેઢી જાણે તેવો પ્રયાસ

આ સમાચાર બતાવવાનો હેતુ એ છે કે આજની પેઢીને આ કલ્ચર વિશે ખબર પડે, આદિવાસી રિતરિવાજો વિશે ખબર પડે, તેમની પરંપરા વિશે ખ્યાલ આવે. નવી પેઢીમાં આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ લુપ્ત ના થાય અને એ લોકો પણ આદિવાસી સંસ્કૃતિને સમજે અને જાણે તે માટે આ વાત આદિવાસી દિવસ નિમિત્તે કરી રહ્યા છીએ.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?