દેશમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. જો કે એક નવા વેરિએન્ટએ ફરીથી ચિંતા વધારી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો સબ-વેરિએન્ટ છે. આ વેરિએન્ટનું નામ BA.5.1.7 છે અને આ વાયરસ ઘણો ઝડપથી ફેલાઈ રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારતમાં BF.7 સબ વેરિએન્ટનાં પહેલા કેસ અંગે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરએ માહિતી મેળવી છે.
નવા વેરિએન્ટના કારણે ચીનમાં કોરોનાના કેસ વધ્યા
નવા વેરિએન્ટ અંગે હેલ્થ એક્સપર્ટ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. કેમ કે ચીનમાં કોવિડ-19 કેસ વધી રહ્યા છે. ચીનમાં કોરોનાના કેસની વૃધ્ધી માટે પણ BF.7 અને BA.5.1.7 વેરિએન્ટને જ કારણભુત માનવામાં આવી રહ્યો છે. ઓમિક્રોનના નવા સબ વેરિએન્ટ BA.5.1.7 અને BF.7 અત્યંત સંક્રામક માનવામાં આવે છે. અને તે દુનિયાભરમાં ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે.
તહેવારોમાં સાવધાની રાખવી અનિવાર્ય
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હાલ તહેવારોની સીઝન છે જો કે તેમ છતાં પણ માસ્ક પહેરી રાખવું જોઈએ. જો કોઈ વ્યક્તિને શરીરમાં દુખાવો, શરદી કે બેચેની જેવા લક્ષણો જોવા મળે તો ખુદને આઈસોલેટ કરી દેવા જોઈએ. બે રિચર્ય દ્વારા જાણવા મળ્યું છે કે BF.7 વેરિએન્ટ અન્ય ઓમિક્રોન સબ વેરિએન્ટની તુલનામાં પહેલાના રસીકરણ અને એન્ટી બોડીથી બચી જાય છે અને અત્યંત સક્રામક મનાય છે.