'ઉંચી ઉંચી વાદીઓ' પછી ઓએમજી-2નું બીજું ગીત થયું રિલીઝ, ગીત સાંભળી તમે પણ થઈ જશો મંત્રમુગ્ધ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-27 16:47:00

ઓએમજી 2 ફિલ્મને લઈ અક્ષય કુમાર ચર્ચામાં રહી રહ્યા છે. થોડા સમય પહેલા ફિલ્મનું પહેલું ગીત ઉંચી ઉંચી વાદી રિલીઝ થયું હતું ત્યારે આજે ફરી એક ગીત રિલીઝ થયું છે. હર હર મહાદેવ ગીત એટલે કે ફિલ્મનું બીજું ગીત રિલીઝ થતાં સોશિયલ મીડિયા પર ફિલ્મ તેમજ અક્ષય કુમાર ટ્રેન્ડ થઈ રહ્યા છે. આ સોન્ગમાં અક્ષય કુમાર માથા પર ભસ્મ લગાવી શિવ તાંડવ કરતા દેખાઈ રહ્યા છે. મહત્વનું છે કે ઓ માય ગોડ ફિલ્મમાં કૃષ્ણ ભગવાનની ભૂમિકામાં અક્ષય કુમાર દેખાયા હતા ત્યારે આ ફિલ્મની સિક્વલમાં મહાદેવનો રોલ તે ભજવી રહ્યા છે.  

ગીતમાં અક્ષયકુમાર કરી રહ્યા છે શિવતાંડવ નૃત્ય 

અનેક વર્ષો પહેલા અક્ષય કુમાર અને પરેશ રાવલની ફિલ્મ ઓમાય ગોડ આવી હતી. તે ફિલ્મને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. બોક્સઓફિસમાં પણ સારી કમાણી કરી હતી. ત્યારે અનેક વર્ષો પછી ફિલ્મની સિક્વલ આવી રહી છે. 11 ઓગસ્ટના રોજ સિનેમાંઘરોમાં ફિલ્મ રિલીઝ થવાની છે. અક્ષય કુમાર આ ફિલ્મમાં મહાદેવ શિવનો રોલ નિભાવી રહ્યા છે, ફિલ્મનું આજે બીજું ગીત રિલીઝ થયું છે. ગીતમાં અક્ષય કુમારની એનર્જી દેખાઈ રહી છે. હર હર મહાદેવ ગીતની શરૂઆતમાં અક્ષય કુમાર સિંહાસન પર બેઠા છે અને તેની આસપાસ શિવભક્તોની ઉભેલા દેખાય છે. 

અક્ષય કુમારના ફેન્સને ખૂબ પસંદ આવ્યું ગીત  

દર્શકોને આ ફિલ્મનું ગીત ખૂબ પસંદ આવી રહ્યું છે. ગીતમાં પંકજ ત્રિપાઠીની પણ ઝલક જોવા મળે છે. સોંગ રિલીઝ થતાં જ ફિલ્મને સારો રિસ્પોન્સ મળી ગયો  છે. યુઝર્સને તે ગીત ખૂબ પસંદ આવ્યું હતું, મહત્વનું છે આ ફિલ્મને લઈ વિવાદ છેડાઈ ગયો છે. ટીઝરમાં બતાવવામાં આવેલા દ્રશ્યોને લઈ વિવાદ છેડાઈ ગયો હતો.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?