ઓલિમ્પિક મેડલ વિજેતા રેસલર સાક્ષી મલિકે સંન્યાસની કરી જાહેરાત, WFIની ચૂંટણીના પરિણામોથી હતી નિરાશ


  • Published By :
  • Published Date : 2023-12-21 18:41:58

રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહે એકતરફી જીત મેળવી છે. પ્રમુખ પદ માટેની સ્પર્ધા કોમનવેલ્થ ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા અનિતા શ્યોરણ સામે હતી. આ જીતને પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની જીત તરીકે જોવામાં આવી રહી છે. ચૂંટણી પરિણામો સામે આવ્યા બાદ ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર કુસ્તીબાજ સાક્ષી મલિકે કુસ્તી છોડવાનો નિર્ણય લીધો છે.


સાક્ષીએ રડતી આંખે કરી નિવૃતીની જાહેરાત


બજરંગ પુનિયા અને બબીતા ​​ફોગાટ સાથે સાક્ષી મલિકે બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના મિત્ર ચૂંટણી જીત્યા બાદ સાક્ષીએ કુસ્તી છોડવાનો નિર્ણય કર્યો છે. મીડિયા સાથે વાત કરતી વખતે સાક્ષીએ  રડતી આંખે કહ્યું- અમે 40 દિવસ સુધી રસ્તા પર સૂતા રહ્યા અને દેશના ઘણા ભાગોમાંથી ઘણા લોકો અમને સપોર્ટ કરવા આવ્યા હતા. પરંતું હવે જો બ્રિજભૂષણ સિંહના બિઝનેસ પાર્ટનર અને નજીકના સહયોગી WFIના પ્રમુખ રહેશે એટલે હવે હું મારી કુસ્તી છોડી રહી છું. હવે હું તમને ત્યાં ક્યારેય જોવા નહીં મળું.

 

બ્રિજભૂષણ શરણ સિંહ પર આરોપ શું હતો?


18 જાન્યુઆરીએ ભારતીય કુશ્તીના ત્રણ મોટા કુસ્તીબાજો, બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને બબીતા ​​ફોગટે બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું . તે ની સાથે જ બીજા ઘણા યુવા કુસ્તીબાજો જોડાયા હતા. કુસ્તીબાજોએ તત્કાલિન રેસલિંગ ફેડરેશનના પ્રમુખ પર જાતીય સતામણી અને છેડતીના આરોપો લગાવ્યા હતા. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કર્યા બાદ કુસ્તીબાજોએ 21 જાન્યુઆરીએ તેમના ધરણા સમાપ્ત કરી દીધા હતા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?