1 એપ્રિલથી ભંગાર થઈ જશે 15 વર્ષ જૂના વાહનો, વાહનો માટે ફિટનેસ સર્ટિ અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2023-02-07 20:07:32

દેશ અને રાજ્યમાં 15 વર્ષથી જૂના વાહનો અને બસોનું રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી રદ કરવામાં આવશે અને તેને ભંગાર કરવામાં આવશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 1 એપ્રિલ, 2023થી પંદર વર્ષથી જૂના તમામ વાહનો ભંગાર થઈ જશે અને તેમનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવશે. નવી સ્ક્રેપ પોલીસી મુજબ 10 વર્ષ જૂના કોમર્શિયલ વ્હિકલ અને અને 15 વર્ષ જૂના પ્રાઈવેટ વાહનોએ ફિટનેસ ટેસ્ટ આપવો પડશે. જો વાહન ટેસ્ટમાં પાસ થઈ જશે તો ચલાવવાની મંજૂરી મળશે પણ જો ફેલ થશે તો ભંગારવાડામાં જશે.


15 વર્ષ જૂના વાહનો ભંગારવાડે 


ગુજરાતના 15 વર્ષ જૂના 20 લાખ ભારે વાહનો ભંગારવાડે જવાના છે કારણ કે તે સ્ક્રેપ પોલીસી મુજબ અનફીટ છે. ભારે વાહનો એટલે ટ્રક ટેમ્પો બસ જેવા વાહનોનો સમાવેશ થાય છે. ટેસ્ટમાં એંજીનની હાલત, તેનાથી નિકળતો ધુમાડો, પેટ્રોલ ની ખપત, વાહનના સેફ્ટી ફિચર્સ તે બધાની તપાસ થશે. જો આમાં ખામી હશે તો વાહનનું રજિસ્ટ્રેશન કેન્સલ થઈ જશે અને ગાડી સીધી ભંગારવાડે લઈ જવું પડશે.


રાજ્યમાં સ્ક્રેપ સેન્ટર ખૂલ્યા 


ગુજરાતમાં આવા લગભગ બાજુ 20 લાખ જૂના વાહનો છે, પણ આપણે ત્યાં તો હજુ સુધી ચાર જ સર્ટિફિકેટવાળા ભંગારવાડા ખુલ્યા છે. આ ફિટનેસ સર્ટિનું સર્ટિફિકેટ આપતા ભંગારવાડા સુરત, અમરેલી, ભુજ, અને ભરૂચમાં ખુલ્યા છે. ભંગારવાડામાં જો કોઈ વાહન જશે તો સ્ક્રેપ સર્ટિફિકેટ પણ અપાશે. જે  બે વર્ષ સુધી ચાલશે. જો જૂની ગાડી ભંગારમાં જતી રહેશે ત્યારે નવી ગાડી ખદીદતી વખતે આ સ્ક્રેપ સર્ટિફિકેટથી 5 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે, અને નવી ગાડી લેવા પર રજિસ્ટ્રેશન ફી પણ નહીં આપવી પડે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?