એક તરફ જૂની પેંશન યોજનાને લાગુ કરાવા આંદોલનો થઈ રહ્યા છે તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ આવી પરિસ્થિતનો લાભ લેવા તત્પર બની છે. આંદોલન કરી રહેલા આંદોલન અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે. નિવેદન આપતા કહ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.
વિકાસશીલ ગુજરાત પર કર્યા પ્રહાર
કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરી રહ્યા છે તો બીજી તરફ રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગુજરાત જેવા વિકસિત રાજ્ય કેમ જૂની પેન્શન યોજના લાગુ નથી કરતી. તેમણે ફિક્સ પગારને પણ ખોટી પ્રથા ગણાવી.
સરકારની નિયત પર કર્યા સવાલ
નવી પેન્શન યોજનાને લઈ ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. 2005 પહેલાની પેન્શન યોજના લાગૂ કરાવા કર્મચારીઓ મેદાને ઉતર્યા છે. હાલના પેન્શન યોજના મુજબ પેન્શન માટેની રકમ સરકાર નોકરી દરમિયાન કાપે છે. 2005માં લાગૂ કરાયેલ પેન્શન યોજના મુજબ છેલ્લા પગારના 50 ટકા પેન્શન મળે છે જ્યારે નવી પેન્શન યોજના હેઠળ ઓછુ પેન્શન કર્મચારીને મળે છે. સવાલ ઉઠાવતા તેમણે કહ્યું તે 2005 પહેલા અને 2005 પછીના એમ કર્મચારીઓના ભાગલા કેમ સરકાર કરે છે.
આંદોલનનો લાભ ઉઠાવતી રાજકીય પાર્ટી
એક તરફ પોતાના હક
માટે કર્મચારીઓ આંદોલન કરી સરકારને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ આ
આંદોલનનો લાભ રાજકીય પાર્ટી લઈ રહી છે. ચૂંટણી સમયે આવા આંદોલનો થતા સરકારની
ચિંતામાં વધારો થાય છે તો બીજી તરફ આંદોલનને કારણે વિપક્ષને સરકારને ઘેરવા મુદ્દો
મળી જાય છે. આંદોલનકારીઓના પ્રશ્નનો ઉકેલ આવે છે કે માત્ર મુદ્દો બનીને રહી જાય છે
તે આવનાર સમય જ બતાવશે.