જામનગરના જોડિયામાં રખડતા ઢોરે વૃદ્ધને અડફેટે લીધા, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત


  • Published By :
  • Published Date : 2023-07-12 15:00:48

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. રાજ્યના તમામ મોટા શહેરોમાં રખડતા ઢોર વાહનચાલકો અને રાહદારીઓને અડફેટે લેતા જોવા મળે છે. રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે, તેમ છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. જામનગર જિલ્લાના જોડિયામાં પણ એક વૃધ્ધને આખલાએ અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.


71 વર્ષના વૃધ્ધના મોતથી અરેરાટી


જામનગરના જોડિયામાં સવારના સમયે બકાલુ માર્કેટમાં રખડતા આખલાએ શિંગડે ચડાવતા 71 વર્ષના વૃદ્ધને ગંભીર ઈજા થઈ હતી. તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવારમાં મોત નીપજ્યું હતું. ગોપાલભાઈ ભુપતભાઈ દવે નામના વૃદ્ધને રખડતા ઢોરે અડફેટે લેતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાના કારણે હેમરેજ થઈ જતાં સારવાર માટે પહેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જોડિયા જેવા નાના શહેરોમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે, ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોર મુદ્દે ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. વૃદ્ધના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...