દુનિયાભરમાં વિવિધ વસ્તુઓની માંગ ઘટી રહી છે અને તેના કારણે નિકાશને પણ ફટકો પડ્યો છે.. જો કે હવે સમાન્ય માણસ, ઉદ્યોગ, ધંધા અને પરિવહન માટે અનિવાર્ય મનાતા ક્રુડ ઓઈલની માગમાં પણ ઘટાડો નોંધાયો છે.
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ 9 ટકા ઘટ્યું
વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ ફ્યુચર્સ માર્ચ બાદ બે દિવસના ઘટાડા બાદ 73 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયું હતું. ચીનમાં કોવિડ-19ના કેસમાં વધારો થયા બાદ દુનિયાભરમાં કમોડિટીના સૌથી મોટા આયાતકાર દેશનું અર્થતંત્ર ડામાડોળ થયું છે.
ક્રૂડ માર્કેટમાં મંદીના સંકેત
બજારમાં નિકટના ભવિષ્યમાં પુરતા પુરવઠાના સંકેતો મળી રહ્યા છે. કુલ મળીને ક્રૂડ બજારમાં તે મંદીના સંકેત છે. મહત્વની બાબત એ છે કે યુક્રેન યુધ્ધના પગલે રશિયાના ક્રૂડ પર પ્રતિબંધ છતાં આવી સ્થિતી સર્જાઈ છે.
શું પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટશે
વિશ્વમાં મંદીની આશંકા, યુક્રેન યુધ્ધ, ચીન, જાપાન, સિંગાપોર અને થાઈલેન્ડમાં વધેલુ કોરોના સંક્રમણ સહિતના કારણોને લઈને ક્રૂડની માગ 9 ટકા ઘટી છે. જો કે તેના કારણે ઘર આંગણે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્ષ 2023માં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી મોદી સરકાર મતદારોને રિઝવવા માટે ભાવ ઘટાડે તો નવાઈ નહીં.