ગયા અઠવાડિએ ઓડિશામાં ગંભીર ટ્રેન અકસ્માત સર્જાયો હતો. ત્રણ ટ્રેનો વચ્ચે ટક્કર થતાં 200થી વધારે લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતા. ત્યારે આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેન દુર્ઘટના અંગે તપાસ કરવામાં સીબીઆઈ લાગી છે ત્યારે તપાસને ધ્યાનમાં રાખી બહાનાગા સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી આગામી આદેશ નહીં આવે ત્યાં સુધી આ સ્ટેશન પર કોઈ પેસેન્જર ટ્રેન અથવા તો માલગાડી નહીં રોકાય. મહત્વનું છે કે આ નિર્ણય બાદ આ સ્ટેશન પર કોઈ પણ ટ્રેન નહીં ઉભી રહી શકે. મળતી માહિતી અનુસાર શાળામાં મૃતદેહો રાખવામાં આવ્યા હતા તેને તોડી દેવામાં આવી છે.
દુર્ઘટનામાં થયા હતા 288 જેટલા લોકોના મોત!
ઓડિશામાં ત્રિપ્પલ ટ્રેન અકસ્માતે દેશવાસીઓને હચમચાવી દીધા હતા. દુર્ઘટનામાં 200થી વધારે લોકોના મોત થયા હતા જ્યારે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર માટે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા હતા. બ્લડને લઈ કમી ન થાય તે માટે અનેક લોકો રક્તદાન કરવા પણ પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ પહોંચી ગયા અને અનેક કલાકો સુધી ત્યાં રોકાયા હતા. શનિવાર બપોરે ખુદ પીએમ મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી ઉપરાંત ઈજાગ્રસ્તોની પણ મુલાકાત લીધી હતી.
બહાનાગા રેલવે સ્ટેશન પર નહીં રોકાય ટ્રેન!
ટ્રેન અકસ્માત મામલે તપાસ કરવા સીબીઆઈની ટીમ ત્યાં પહોંચી ગઈ છે. ઉંડાણથી તપાસ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જે મુજબ બહાનાગા સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે. આ સ્ટેશન પર ટ્રેન નહીં રોકાય ભલે તે માલગાડી હોય કે પછી પેસેન્ડર ટ્રેન હોય. રેલવે અધિકારી ચૌધરીએ જણાવ્યું કે તપાસ દરમિયાન CBIએ સ્ટેશનમાં હાજર તમામ દસ્તાવેજો તપાસ્યા. લોગ બુક, રિલે પેનલ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે.